Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ભાજપના ખડસે હેલીકોપ્ટરમાં

મુંબઇ પહોંચ્યાઃ એનસીપીમાં જબરો આવકારઃ પ્રધાનપદ નિશ્ચિત મનાય છે

મુંબઇઃ ભારતીય જનતા પાર્ટીમાંથી દેવેન્દ્ર ફડણવીસના માથે આરોપોની રમઝટ બોલાવી છુટા થનાર એકનાથરાવ ખડસે પાટીલ જળગાંવથી હેલીકોપ્ટર દ્વારા મુંબઇ આવ્યા છે અને આજે શુક્રવારે બપોરે બેના ટકોરે શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીમાં પ્રવેશ કર્ર્યો છે. એકનાથરાવ ખડસે પાટીલની રાજયપાલ નિયુકત વિધાન પરીષદની સભ્ય તરીકે વરણી કરીને તેમને ઠાકરે સરકારમાં પ્રધાનપદ આપવાની ચર્ચા છે પણ તેમના માટે જીતેન્દ્ર આવ્હડા કે દિલપી વળસે પાટીલને પ્રધાનપદનું રાજીનામુ આપવુ પડશે? એેનો નિર્ણય થોડા દિવસોમાં સામે આવશે.  એવુ જાણવા મળે છે. ખડસે પાટીલ મુંબઇ આવવા નિકળ્યા ત્યારે જળગાંવમાં તેમના નિવાસસ્થાનના બહાર મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થયા હતા.

(11:36 am IST)