Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ફેસ માસ્ક સૌથી અરસદાર 'સોશ્યલ વેકસીન'

માસ્ક પહેરવાથી કોવિડ-૧૯ સંક્રમણ ૭ થી લઇને ૨૩ ગણા સુધી નિયંત્રિત થઇ શકે છેઃ IIT બોમ્બેનાં રિસર્ચમાં ખુલાસોઃ દર્દીના મોઢામાંથી કફ કલાઉડ થકી નીકળેલ SARS-COV2 નાં આકાર અને સંખ્યા ઘટાડવા માસ્ક જ નહિ રૂમાલ પણ મદદરૂપ

મુંબઇ, તા.૨૩:  આઇઆઇટી-મુંબઇના હાલના રિસર્ચમાં એ વાત સાબીત થઇ છે ફેસ માસ્ક દ્વારા કોવિડ કફ, કલાઉડસ પર ૭થી માંડીને ૨૩ ગણો નિયંત્રણ કરી શકાય છે. માસ્ક આ કારણે જ વાયરસ વિરૂધ્ધ સૌથી મહત્વપૂર્ણ સોશ્યિલ વેકસીન છે.

આઇઆઇટી મુંબઇના પ્રોફેસર અમિત અગ્રવાલ અને રજનીશ ભારદ્વાજે જણાવ્યું કે દર્દીના મોઢામાંથી કફ કલાઉડ દ્વારા નીકળેલો SARS-COV2 નો આકાર અને સંખ્યાને ઘટાડવા માટે ફકત માસ્ક જ નહી, પરંતુ રૂમાલ પણ સહાયક સાબીત થાય છે. બંનેની રિસર્ચ અમેરિકન ઇન્સ્ટીટયુટ ઓફ ફીઝીકસના ફીઝીકસ ઓફ ફલૂડસ જોર્નલમાં પ્રકાશિત થઇ છે.

રિસર્ચમાં તેઓને જાણવા મળ્યું કે માસ્ક લગાવાથી કલાઉડ વોલ્યુમ ૭ ગણુ ઘટી જાય છે. બીજી બાજુ એન-૯૫ માસ્ક લગાવાથી ૨૩ ગણું ઓછું થઇ જાય છે. ડો.અગ્રાવાલે જણાવ્યું કે જેટ થીયરીના આધાર પર વિશલેષ્ણ કરીને અમને જાણવા મળ્યુ કે કફ બાદના પહેલા ૫ થી ૮ સેકન્ડ હવામાં ડ્રોપલેટ ફેલાવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

વધુમાં ઉમેર્યુ કે છીંકતી વખતે રૂમાલનો ઉપયોગ કરવો અથવા હાથમાં જ છીંક ખાવાથી કફ કલાઉડનું અંતર ઘટી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રકારના ઉપાયોથી સંક્રમણ ફેલાવાના ચાન્સ મર્યાદીત થઇ જાય છે. આઇઆઇટી મુંબઇની ટીમે કફ કલાઉડની માત્રાને માપવા માટે ફોર્મ્યુલા પણ તૈયાર કરી છે.

આ ફોર્મ્યુલાની મદદથી કોઇ હોસ્પિટલના વોર્ડમાં વધુ પડતા લોકોની સંખ્યા નિર્ધારીત કરવા માટે મદદ મળે છે. તેની સાથે જ કોઇ રૂમમાં, સીનેમા હોલમાં,  કાર અથવા એરક્રાફટની કેબીનમાં હવાનું સરકર્યુલેશન કરવાની ન્યુનતમ દર જાળવવામાં સહાયતા મળે છે જેનાથી તાજગી જળવાય રહે અને સંક્રમણ ઓછુ થઇ શકે.

(10:24 am IST)
  • લોકનાયક જયપ્રકાશ નારાયણની સ્મૃતિમાં દિલ્હીમાં LNJP હોસ્પિટલનું ભૂમિ પુજન કરાયું : 1500 બેડની આધુનિક હોસ્પિટલમાં વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા મળશે : 30 માસમાં હોસ્પિટલ કાર્યરત થઇ જશે : મુખ્યમંત્રી કેજરીવાલે ભૂમિ પૂજન પ્રસંગે માહિતી આપી access_time 1:19 pm IST

  • ' બિહારમેં અબ લાલટેનકા જમાના ગઈલ ' : બિહાર ધારાસભા ચૂંટણી પ્રચારમાં સાસારામ મુકામે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સટાસટી : એક સમય હતો જયારે બિહારમાં સાંજ પડ્યા પછી અંધારી આલમ રાજ કરતી હતી : હવે એનડીએ સરકારમાં નીતીશજીના નેતૃત્વ હેઠળ લોકો સલામત છે : રાજ્યમાં વીજળી ,તથા પાકી સડકો સાથે નિર્ભયતાનો માહોલ છે : હવે ફાનસનો જમાનો ગયો access_time 1:08 pm IST

  • ભારત 30મીએ વુહાન મોકલશે ફ્લાઇટ : વંદે ભારત મિશન અંતર્ગત ચીન જનાર એરઇન્ડિયાની હશે છઠી ઉડાન : ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો : એરઇન્ડિયાની 30 ઓક્ટોબરે ઉડાંનું સંચાલન કરશે : બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની જાહેરાત access_time 1:06 am IST