Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

શિયાળામાં સ્વાઇન ફલૂની જેમ ઝડપથી ફેલાય શકે છે કોરોના

સ્વાઇન ફલૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પૂરાવા છે કે વાયુ પ્રદુષણ પણ કોવિડ-૧૯ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે

નવી દિલ્હી,તા.૨૩: છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર, યૂપી સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી દ્યટાડો થઈ રહ્યો છે. પરિણામ તે છે કે દેશમાં એકિટવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે. પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે ગડની દૂરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહ્યું છે. તો એમ્ડના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં.

ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પૂરાવા છે કે વાયુ પ્રદુષણ પણ કોવિડ-૧૯ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે. તેના પર ઇટાલી અને ચીનમાં થોડા મહિના પહેલા અભ્યાસ કરવામાં આવ્યો છે.

બીજી તરફ ડો. રણદીપ ગુલેરિયાએ આઈસીએમઆરના તે દાવા પર પણ પ્રતિક્રિયા આપી જેમાં કહેવામાં આવ્યું છે કે પ્લાઝમા થેરાપીથી કોવિડથી થતાં મોતોમાં ઘટાડો થયો નથી. તેમણે કહ્યું- આ ઉતાવળ હશે. હજુ અમારે વધુ ડેટાની રાહ જોવી જોઈએ. આઈસીએમઆરના અભ્યાસમાં જે દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો તેમાંથી મોટાભાગના પહેલાથી એન્ટીબોડી હતા. જો તમારામાં પહેલાથી એન્ટીબોડી છે તો બહારથી તેને આપવાથી કોઈ ખાસ લાભ થતો નથી.

તેમણે કહ્યું, પ્લાઝમા કોઈ મેજિક બુલેટ નથી. અમારે તેનો ત્યાં ઉપયોગ કરવાનો છે જયાં તેની ખુબ જરૂર છે. તે દાવો કરવો ખોટો છે કે તે બધા માટે લાભકારી છે. કોવિડથી આપણે શીખ્યું છે કે સારવારમાં યોગ્ય સમયનું ખાસ મહત્વ છે.

મંગળવારે સાંજે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કબીરદાસના દોહા 'પકી ખેતી દેખિકે, ગરબ કિયા કિસાન. અજહૂં ઝોલા બહુત હૈ, ઘર આવૈ તબ જાન..'ના ઉલ્લેખ કરતા સમજાવ્યું કે, પાકો પાક જોઈને કેટલાક લોકો અતિ આત્મવિશ્વાસથી ભરાય જાય છે કે હવે તો કામ થઈ ગયું. પરંતુ જયાં સુધી સંપૂર્ણ સફળતા ન મળી જાય, ત્યાં સુધી બેદરકારી ન કરવી જોઈએ. જયાં સુધી આ મહામારીની વેકિસન ન આવી જાય, આપણે આ લડાઈને નબળી પડવા દેવી નથી.

(10:19 am IST)
  • મુંબઈના સિટી સેન્ટર મોલમાં આગ ફાટી નીકળી : ૫૦૦ લોકોને બચાવી લેવાયાઃ મુંબઈના નાગપાડા વિસ્તારના સિટી સેન્ટર મોલમાં, ગઈકાલે રાત્રે એક મોબાઇલ શોપમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ત્યારે મોલમાં ૫૦૦ જેટલા લોકો હાજર હતા, ફસાયેલા લોકોને સમયસર બહાર કઢાયા : કોઈ જાનહાની થઈ નથી access_time 12:51 am IST

  • વડાપ્રધાનની વેબસાઈટ ઉપર જબ્બર સાયબર એટેક : ભારતમાં જબ્બર મોટો સાયબર એટેક : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પર્સનલ વેબસાઈટ (narendramodi.in)ના અંગત ડેટા અને ડોનરોના ડેટા સહિતની ખુબ જ અગત્યની માહિતીઓ ડાર્ક વેબ ઉપર લીક કરી, વેચવા મુકાયાનું જાણવા મળે છે. ૫,૭૪,૦૦૦ યુઝરના ડેટા છે જેમાંથી ૨,૯૨,૦૦૦ લોકોએ ડોનેશન આપ્યું છે. (ન્યૂઝફર્સ્ટ, ઇન્ડિયા ટુડે, ndtv) access_time 3:03 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 53,934 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,13,667 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,80,881 થયા:વધુ 66,994 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,13,569 રિકવર થયા : વધુ 655 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,992 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:00 am IST