Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કુલભૂષણ જાધવની સજાની સમીક્ષા અરજી માટે પાકિસ્તાની સંસદીય પેનલે મંજુરી આપી

નવી દિલ્હી : પાકિસ્તાન ની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસમાં, પાકિસ્તાનની સંસદીય પેનલે તેની સજાની સમીક્ષા કરવા સરકારના ખરડાને મંજૂરી આપી દીધી છે. મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાન નેશનલ એસેમ્બલીની કાયદા અને ન્યાયની સ્થાયી સમિતિએ કુલભૂષણ જાધવને દોષી ઠેરવવા માટેની સમીક્ષા અરજી સ્વીકારી હતી.

જાસૂસીના આરોપમાં કુલભૂષણ જાધવને પાકિસ્તાન સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાવી છે. પાકિસ્તાનનો દાવો છે કે તેણે જાધવ ની જાસૂસીના આરોપ હેઠળ 2016 માં બલુચિસ્તાનથી ધરપકડ કરી હતી. ભારતે સતત પાકિસ્તાનના દાવાને નકારી કાઢ્યો છે. ભારતની બાજુ એ છે કે કુલભૂષણ જાધવનુ ઈરાની બંદર ચાબહારથી અપહરણ કરવામાં આવ્યુ છે. 2017 માં, પાકિસ્તાનની સૈન્ય અદાલતે કુલભૂષણ જાધવને ફાંસીની સજા સંભળાવી હતી

(12:00 am IST)