Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

પંજાબમાં ૩ આતંકી હથિયારો વિસ્ફોટકો સાથે ઝડપાયા

પોલીસે રાત્રિ પેટ્રોલિગમાં કાર અટકાવતા ભાંડો ફૂટ્યો : આંતકીઓ પંજાબમાં મોટાપાયે હુમલો કરવાની ફિરાકમાં એ પછી હવે પોલીસે સમગ્ર રાજ્યમાં ચેકિંગ શરૂ કર્યું

ચંદિગઢ, તા.૨૩ : પંજાબ પોલીસે તરણ તારણ જિલ્લામાં ત્રણ આતંકવાદીઓને હથિયારો અને વિસ્ફટકો સાથે ઝડપી પાડ્યા છે. આંતકીઓ પંજાબમાં મોટાપાયે હુમલો કરીને રાજ્યને ધ્રુજાવવાની ફિરાકમાં હતા. પછી હવે પોલીસે સમગ્ર રાજ્યમાં ચેકિંગ શરૂ કર્યુ છે. મળતી જાણકારી પ્રમાણે ત્રણે આતંકવાદીઓ પંજાબના મોગા જિલ્લાના રહેવાસી છે. તેમની ઓળખ પણ થઈ છે.

પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે એક કારને શંકાસ્પદ હિલચાલના આધારે અટકાવવામાં આવી હતી. કારમાં ત્રણ વ્યક્તિઓ હતા. કારની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી એક નાઈન એમ એમ પિસ્ટલ, એક હેન્ડગ્રેનેડ અને બીજા વિસ્ફોટકો મળ્યા હતા. પોલીસ દ્વારા આજે તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પૂછપરછમાં આતંકીઓએ મોટા હુમલાના કાવતરાનો ખુલાસો કર્યો છે. પોલીસ દ્વારા હવે આતંકીઓ પાસે હથિયારો અને વિસ્ફોટકો કેવી રીતે આવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

(7:30 pm IST)