Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

સોનીપતમાં સ્કૂલની છત પડતાં ૨૫ વિદ્યાર્થીને ઈજા

હરિયાણામાં મોટી દુર્ઘટના બની : પાંચ વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાવાઈ, જેમને ખાનપુરમાં પીજીઆઈમાં રેફર કરવામાં આવ્યા

ચંદીગઢ, તા.૨૩ : હરિયાણા સોનીપતમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીંના એક સ્કુલની છત પડી ગઈ છે. છત પડવાથી લગભગ ૨૫ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને પીજીઆઈમાં રેફર કરવામાં આવ્યા છેઘટના સોનીપતના ગન્નોરમાં થઈ છે જ્યાં ગામ બાય રોડ પર સ્થિત એક સ્કુલની છત પડી ગઈ. ઘટનામાં બે ડઝનથી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થિની ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા છે.

ત્રણ મજૂર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગન્નોરના સામુદાયિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાવાઈ રહી છે. જેમને ખાનપુરમાં પીજીઆઈમાં રેફર કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. છત કેવી રીતે પડી? વિશે હજુ કોઈ જાણકારી સામે આવી નથી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

(7:27 pm IST)