Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

2021 ની વસતિ ગણતરીમાં એસસી/ એસટી સિવાય અન્ય કોઈપણ જ્ઞાતિની વિગત દર્શાવવાની નથી : કેન્દ્ર સરકારનો આ નીતિગત નિર્ણય છે : ઓબીસી માટે અલગ ખાનું રાખવાથી દ્વિધા ઉભી થશે : મહારાષ્ટ્ર સરકારની ઓબીસી માટે અલગ કોલમ રાખવાની માંગણી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું

ન્યુદિલ્હી : 2021 ની વસતિ ગણતરીમાં મહારાષ્ટ્ર સરકારે એસસી/ એસટી ઉપરાંત ઓબીસી માટે અલગ કોલમ રાખવા માંગણી કરી હતી. જેની વિરુદ્ધમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી જણાવ્યું છે કે 2021 ની વસતિ ગણતરીમાં એસસી/ એસટી સિવાય અન્ય કોઈપણ
જ્ઞાતિની વિગત દર્શાવવાની નથી .આ બાબત કેન્દ્ર સરકારનો આ નીતિગત નિર્ણય છે .

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે ઓબીસી માટે અલગ કોલમ રાખવાથી દ્વિધા ઉભી થશે . કારણકે દરેક રાજ્યમાં ઓબીસીની પેટા જ્ઞાતિ અંગે સવાલો છે.જે પૈકી અમુક જ્ઞાતિ આ કેડરમાં આવતી નથી. તેથી તેમજ વસતિ ગણતરી કરનાર સ્ટાફની પણ ભૂલો થવાનો સંભવ છે. તેથી બિનજરૂરી પ્રશ્નો ટાળવાના હેતુથી વસતિ ગણતરીમાં માત્ર એસસી/ એસટી માટે જ અલગ કોલમ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) ની પણ ગણતરી કરવા માટે માંગણી કરાઈ હતી. જેના અનુસંધાને કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આ બાબત વહીવટી રીતે મુશ્કેલ છે અને બંનેને ભોગવવું પડશે.

કેન્દ્ર સરકારે એક સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે તેણે 7 જાન્યુઆરી, 2020 ના રોજ એક સૂચના બહાર પાડીને આગામી 2021 ની વસ્તી ગણતરીમાં માહિતી એકત્રિત કરવાની સૂચના આપી હતી જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને લગતી માહિતીનો સમાવેશ થાય છે, પરંતુ તે સિવાય અન્ય કોઈ શ્રેણીનો ઉલ્લેખ કરતી નથી.

ઓબીસીનો ડેટા એકત્ર કરવાની કવાયત કંટાળાજનક હોવાથી, મહારાષ્ટ્ર રાજ્યએ 2011 ની વસ્તી ગણતરી દરમિયાન કેન્દ્ર પાસે ઉપલબ્ધ મહારાષ્ટ્રમાં ઓબીસી વિશે માહિતી મેળવવા માટે ટોચની અદાલતનો સંપર્ક કર્યો હતો. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:00 pm IST)