Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મહિલાઓ ઉપર સેક્સી હુમલા કરવાના આરોપીને ગટર સાફ કરવાની શરતે જામીન મંજુર : 4 માસ જેટલો સમય જેલમાં વિતાવ્યા પછી સમાજ સેવા કરવાની બાંહેધરી આપી જામીન માગ્યા હતા : 10 હજાર રૂપિયાના બોન્ડ સાથે મહોલ્લાની ગટરો સાફ કરવાનો બિહાર કોર્ટનો હુકમ

ઝાંઝરપુર : બિહાર કોર્ટે મહિલાઓ ઉપર સેક્સી હુમલા કરવાના આરોપીને ગટર સાફ કરવાની શરતે જામીન મંજુર કર્યા છે. 4 માસ જેટલો  સમય  જેલમાં વિતાવ્યા પછી સમાજ સેવા કરવાની બાંહેધરી આપી આરોપીએ જામીન માગ્યા હતા. જેના અનુસંધાને બિહાર કોર્ટે 10 હજાર રૂપિયાના બોન્ડ સાથે મહોલ્લાની ગટરો સાફ કરવાનો હુકમ કર્યો હતો

ઝાંઝારપુરના જજ અવિનાશ કુમારે,  આરોપી વ્યક્તિએ પોતાનો વિશ્વાસ બતાવવા માટે સામાજિક સેવા કરવા માટે બાંહેધરી આપ્યા બાદ ઝાંઝારપુરના જજ અવિનાશ કુમારે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

ઝાંઝરપુર, મધુબનીના ન્યાયાધીશ અવિનાશ કુમાર મહિલાઓ પર હુમલો અને જાતીય સતામણીનો આરોપ લગાવનાર મો.રૂસ્તમ દ્વારા જામીન અરજી પર કાર્યવાહી કરી રહ્યા હતા.

તેને 10,000 રૂપિયાના જામીન બોન્ડ આપવા પર જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમના ઘરની સામે સ્થિત નાલા (ડ્રેઇન) ની જાળવણી અને દેખરેખ રાખવી, ”જજ કુમારે 28 ઓગસ્ટ, 2021 ના રોજ આદેશ આપ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:05 pm IST)