Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

હિન્‍દ-પ્રશાંતની સુરક્ષા માટે ઓસ્‍ટ્રેલીયા તથા બ્રિટન સાથે મળીને ત્રિપક્ષીય ગઠબંધન ઓક્‍સમાં ભારત કે જાપાનને સામેલ કરવાની સંભાવના અમેરિકાએ ફગાવી દીધી

ફ્રાન્‍સે ગઠબંધનમાં તેને સામેલ ન કરવાની ટીકા કરી

નવી દિલ્હી: અમેરિકાએ તાજેતરમાં હિંદ-પ્રશાંતની સુરક્ષા માટે ઓસ્ટ્રેલિયા તથા બ્રિટન સાથે મળીને ત્રિપક્ષીય ગઠબંધન ઓક્સમાં ભારત કે જાપાનને સામેલ કરવાની સંભાવનાને ફગાવી દીધી છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ પત્રકાર પરિષદમાં કહ્યુ કે ગત અઠવાડિયે ઓક્સની જાહેરાત માત્ર સાંકેતિક નહતી અને મને લાગે છે કે રાષ્ટ્રપતિ જો બિડેને પણ ફ્રાંસના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મેક્રોને આ મેસેજ આપ્યો છે કે હિન્દ-પ્રશાંતની સુરક્ષા માટે બનાવવામાં આવેલા ગઠબંધનમાં કોઇ અન્ય દેશને સામેલ કરવામાં નહી આવે.

સાકીને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ભારત કે જાપાનને આ ગઠબંધનમાં સામેલ કરવામાં આવશે, જેના જવાબમાં તેમણે જવાબ આપ્યો છે.

અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ હિન્દ-પ્રશાંતમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે રણનીતિક રીતે મહત્વપૂર્ણ આ ક્ષેત્ર માટે નવા ત્રિપક્ષીય સુરક્ષા ગઠબંધન ઓક્સ (એયૂકેયુએસ)ની 15 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી, જેથી તે પોતાના શેર હિતોની રક્ષા કરી શકે અને પરમાણુ ઉર્જાથી સંચાલિત સબમરીન મેળવવામાં ઓસ્ટ્રેલિયાની મદદ કરવા સહિત સંરક્ષણ ક્ષમતાઓને સારી રીતે શેર કરી શકે. આ સમજૂતિને કારણે તેણે ફ્રાંસ સાથે કરાર રદ કરી દીધો છે.

ફ્રાંસે ગઠબંધનમાં તેને સામેલ ના કરવાની ટિકા કરી હતી અને કહ્યુ હતુ કે જ્યારે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સામાન્ય પડકારનો સામનો કરવો પડી રહ્યો છે તો આ સુસંગતતાની કમીને દર્શાવે છે. સાકીએ કહ્યુ, આ ક્ષેત્રમાં પ્રત્યક્ષ રસ રાખનારા ફ્રાંસ સહિત કેટલાક દેશ સાથે વાતચીત માટે એક મહત્વપૂર્ણ વિષય છે.

(5:11 pm IST)