Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જાસુસી એજન્સીનું મોટુ એલર્ટ

તહેવારોમાં ટીફીન બોંબ દ્વારા ભારતમાં બ્લાસ્ટનું આતંકીઓનું ષડયંત્ર

પાકિસ્તાનના નિકીયાલના કેમ્પમાં ૩પ-૪૦ આતંકીઓ ઘુસણખોરીની ફિરાકમાં: અફઘાની આતંકીઓની પણ મોજુદગી

નવી  દિલ્હી તા. ર૩ :.. ભારતમાં આવનાર તહેવારોની સીઝનમાં આતંકી ટીફીન બોકસને આઇઇડી બનાવીને બોંબ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યા હોવા અંગે જાસુસી એજન્સીઓએ એલર્ટ આપ્યુ છે. તેમણે જણાવેલ કે ભારતમાં હૂમલો કરવા આતંકી પાકિસ્તાનથી ઘુસણખોરી કરવાની પુરી કોશીષ કરી રહ્યા છે. આતંકીઓ નાના-નાના ગ્રુપ બનાવી ભારતમાં ઘુસવાની પેરવીમાં છે. કહેવાય રહયુ છે કે આ સમગ્ર પ્લાન પાકિસ્તાનની આઇએસઆઇ એ બનાવ્યો છે.

ઉપરાંત અફઘાની આતંકીઓને લઇને પણ જાસુસી એજન્સીએ સર્તક રહેવા જણાવ્યુ છે. એજન્સી મુજબ અફઘાની આતંકીઓ સાથે લશ્કર-એ-તોયબા, હરકત ઉલ અંસાર, મુઝાહીદીન પણ ભારતમાં આતંકી હુમલાની ફિરાકમાં છે. મળતી માહિતી મુજબ અફઘાનીસ્તાનમાં બદલેલ સમીકરણો પછી પહેલીવાર જાસુસી એજન્સીએ હુમલાનું એલર્ટ આપ્યું છે.

એલર્ટમાં જણાવાયા મુજબ પાકિસ્તાનના નિકીયાલ સેકટરના આતંકી કેમ્પમાં ૩પ-૪૦ આતંકીઓને ભારતમાં ઘુસવા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ૪-પ આતંકીઓએ પીઓકેના નિકીયાલ જીલ્લાના કથર વિસ્તારમાં એક ગાઇડના ઘરે શરણ લીધી હોવાનું જણાવાયું છે.

જયારે  ઇનપુટ મુજબ લશ્કરના પ આતંકી પાકિસ્તાનની પુંછ નદી, જલાસ અને સાલોતરી વિસ્તારથી ટયુબ અને પાણીમાં શ્વાસ લેવામાં ઉપયોગમાં આવતી નળી દ્વારા પાણી માર્ગે ભારતમાં ઘુષણખોરીના પ્રયાસમાં છે. ઉપરાંત ટીફીન બોંબ માટે જરૂરી ગોલા-બારૂદ અને પૈસાની વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

(3:55 pm IST)