Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાખ વાળો ભારતીય કોલસો બન્યો પેટ્રોલનો વિકલ્પ

પાયલટ પ્લાન્ટ : કોલસાને મેથેલોનમાં બદલી સ્વદેશી ટેક્નિક વિકસિત

 

  ચેન્નાઇ તા ૨૩, ભારતે વધુ રાખવાળા કોલસાને મેથેલોનમાં બદલવા માટે સ્વદેશી ટેક્નિક વિકસિત કરી છે. તેના માટે હૈદરાબાદમાં પ્રથમ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ટેક્નિક દેશને સ્વચ્છ પ્રૌદ્યોગિકી અપનાવવા તરફ મદદ કરશે અને તેનાથી પરિવહન ઇંધણ ( પેટ્રોલની સાથે સંમિશ્રણ) ના રૂપમાં મેથેનોલના ઉપયોગમાં પ્રોત્સાહન પૂરું પાડશે. આ કાચા તેલની આયાતને ઓછી કરશે. અધિકતર દેશોમાં કોલસાથી મેથેનોલ બનાવનારા સંયંત્ર ઓછી રાખવાળા કોલસાથી સંચાલિત થશે. ભારત હેવી ઇલેકિટ્રકલ્સ લિમિટેડ (બીએચઈએલ)એ  સીન્ગેસનું ઉત્પાદન લાર્વા અને પછી ૯૯ પ્રતિશત શુદ્ધતાની સાથે સિનગેસને મિથેનોલમાં પરિવર્તિત કરવા માટે  અધિક રાખવાળા ભારતીય કોલસાને ફ્લ્યુઇડાઈઝડ બેડ ગેસિફિકેશન ટેક્નિક વિકસિત કરવામાં આવી છે.

 ૯૯ ટકાથી અધિક શુદ્ધતા

 વર્તમાનમાં આ પાયલટ પ્લાન્ટ ૯૯ ટકાથી વધુ શુદ્ધતાની સાથે મેથેનોલનું ઉત્પાદન કરી રહ્યું છે. તેને વધારવાથી દેશના ઉર્જા ભંડારમાં ઈષ્ટતમ ઉપયોગમાં મદદ મળશે અને આત્મનિર્ભરતાની દિશામાં વધુ તેજી આવશે.

  પ્રતિદિન ૦.૨૫ મેટ્રીક ટન મેથેનોલ

બીએચઈએલએ સિનગેસને મેથેનોલમાં પરિવર્તિત કરવા માટે ઉપયુકત ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયાની સાથે હૈદરાબાદમાં સિનગેસ પાયલટ પ્લાન્ટમાં પોતાની પાસે ઉપલબ્ધ કોલસાને સમાહિત કર્યો છે.પ્રતિદિન ૦.૨૫ મીટ્રીક ટન મેથેનોલ ઉત્પાદન ક્ષમતા વાળી આ પાયલટ સ્તરીય પરીયોજના નીતિ આયોગ દ્વારા શરુ કરવામાં આવી છે.  

(3:26 pm IST)