Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ગુંડા એક્ટ હેઠળ પકડાયેલા આરોપીને છોડી મુકવાનો કર્ણાટક હાઇકોર્ટનો હુકમ : ડિસેમ્બર 2020 માં પકડાયેલા આરોપીએ ધરપકડ વિરુદ્ધ જાન્યુઆરી 2021 માં કરેલી અરજી હજુ સુધી ધ્યાનમાં નહીં લેવાતા કોર્ટ ખફા : હ્યુમન રાઇટ્સ હેઠળ આરોપીને છોડી મુકવાનો અને કોર્ટ ખર્ચ પેટે 25 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો

કર્ણાટક : ગુંડા એક્ટ હેઠળ પકડાયેલા આરોપી કાર્તિકને છોડી મુકવાનો કર્ણાટક હાઇકોર્ટએ આદેશ કર્યો છે. ડિસેમ્બર 2020 માં પકડાયેલા આરોપીએ ધરપકડ વિરુદ્ધ જાન્યુઆરી 2021 માં કરેલી અરજી રાજ્યના પોલીસ તંત્રએ હજુ સુધી ધ્યાનમાં નહીં લેતા નામદાર કોર્ટે હ્યુમન રાઇટ્સ હેઠળ આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યો છે.સાથોસાથ પિટિશન માટે આરોપીને થયેલા ખર્ચ પેટે 25 હજાર રૂપિયા ચૂકવવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો છે.

ગયા વર્ષે 14 ડિસેમ્બરથી આરોપી અટકાયતમાં હોવાનું નોંધતા, કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ શર્મા અને જસ્ટિસ એસએસ મગદુમની ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે 30 દિવસની અંદર આરોપીને રકમ ચૂકવી દેવામાં આવે.

અરજદારની ફરિયાદ એ હતી કે તેણે 12 જાન્યુઆરી, 2021 ની રજૂઆત કરી હોવા છતાં, સલાહકાર બોર્ડ (અધિનિયમ હેઠળ) કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ સમયે તેની તપાસ કરવામાં આવી ન હતી. આરોપીની રજૂઆતને સલાહકાર બોર્ડ અથવા રાજ્ય સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવી ન હતી અને અમે વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર સાથે વ્યવહાર કરી રહ્યા હોવાથી, અટકાયતનો હુકમ રદ કરવા લાયક છે."તેમ જણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:56 am IST)