Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જમ્મુ- કાશ્મીરના શોપીયામાં વધુ એક આતંકી ઠાર મરાયોઃ સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ - કાશ્મીરના શોપીયાના ચિખરી ગામ વિસ્તારમાં સુરક્ષાદળોએ એક અથડામણમાં એક આતંકીને ઠાર માર્યો છે. આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓ હોવાની વિગતો મળી હતી. સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે માર્યા ગયેલા આતંકી પાસેથી એક પિસ્તોલ અને ગ્રેનેડો મળી આવી હતી. આતંકી અનાયત અશરફ ડારને આત્મસમર્પણ કરવા કહેવામાં આવેલ પરંતુ તેણે સુરક્ષા દળો ઉપર હુમલો વરસાવતા એક નાગરીક ઘાયલ થયેલ  પછી આ આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. આ આતંકી ડ્રગ્સ મામલામાં સંડોવાય હોવાનું જાણવા મળે છે. અત્યારે કેશવા ગામને ઘેરા બંધી કરી ઓપરેશન ચાલુ છે. 

(11:12 am IST)