Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

આગામી બે દિવસમાં હું અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, સ્કૉટ મૉરિસન, યોશિહિદે સુગાને મળીશ. ક્વાડ મીટિંગમાં ભાગ લઇશ: નરેન્દ્રભાઈ વોશિંગ્ટન પહોંચ્યા: ટ્વિટ કર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વૉશિંગ્ટન પહોચી ગયા છે. વૉશિંગ્ટનમાં નરેન્દ્રભાઈનું ભવ્ય સ્વાગત થયુ હતુ. વરસતા વરસાદમાં લોકો ઉમટી પડ્યા હતા અને પ્રધાનમંત્રીને આવકારતા સૂત્રો પોકારવા લાગ્યા હતા. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે અમેરિકન વિદેશ મંત્રાલયના કેટલાક અધિકારી પહોચ્યા હતા. બીજી તરફ ભારતના અમેરિકા ખાતેના એલચી તરણજીત સિંહ સંધુ  એરપોર્ટ પર હાજર હતા. પીએમ લોકોને મળવા માટે ખાસ પોતાની ગાડીમાં ઉતર્યા હતા.

(10:05 am IST)