Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ફાઇલો અને પેપર વર્ક : અમેરિકા જતી વેળાએ ફલાઇટમાં PM મોદીએ સરકારી કામકાજ નીપટાવ્યું: લોકોને યાદ આવ્યા લાલબહાદુર શાસ્ત્રી

વડાપ્રધાન મોદી આજે વ્હેલી સવારે અમેરિકા પહોંચ્યા છે. ગઇ કાલે સવારે ૧૧ વાગ્યે તેમણે દિલ્હીથી પ્રસ્થાન કર્યું હતું અને ભારતીય સમય મુજબ આજે સવારે ૩:૩૦ કલાકે વોશીંગ્ટન પહોંચ્યા હતા. લાંબી મુસાફરીમાં આરામ કરવાને બદલે તેઓ સરકારી કામકાજ નીપટાવતા અને પેપર વર્ક કરતા માલુમ પડ્યાં હતા. વિમાન મુસાફરીમાં પણ તેઓ એકટીવ રહ્યા હતા. તસ્વીરમાં અનેક ફાઇલો નજરે પડે છે તેઓ એક કાગળ વાંચતા અને હાથમાં પેન સાથે દેખાય છે. ૧૫ કલાકની સફરમાં તેમણે સરકારી કામકાજ કર્યું હતું. પીએમએ ખુદ તસ્વીર શેયર કરતા લખ્યુ છેે કે લાંબી ફલાઇટમાં કાગળો અને ફાઇલો જોવાનો તક મળી જાય છે આ પછી લોકોને શાસ્ત્રીજી યાદ આવવા લાગ્યા. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુરશાસ્ત્રી પણ વિમાનમાં વાંચતા અને તેમની સામે પણ ફાઇલો દેખાતી. લોકો શાસ્ત્રીજી અને પીએમ મોદીની તસ્વીરોની સોશ્યલ મીડિયામાં તુલના કરવા લાગ્યા. શાસ્ત્રીજી પીએમ આવાસમાં ખેતી કરતા-હળ પણ ચલાવતા તેઓ પણ સાદગીનું પ્રતિક હતા.

(11:03 am IST)