Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભારતના વધુ બે બીચને બ્લુ ફલેગ મળ્યું

ભારતના વધુ બે બીચને 'બ્લુ ફલેગ' સર્ટિફિકેટ મળતાં દેશમાં આવા બીચની કુલ સંખ્યા ૧૦ થઇ ગઇ છે. બ્લુ ફલેગ મેળવનારા ભારતના લેટેસ્ટ બીચ છે. તામિલનાડુનો કોવલમ અને પોન્ડિચેરીનો ઇડન. બ્લુ ફલેગ  ધરાવતા ભારના જે ૧૦ બીચ છે એમાં ગુજરાતના શિવરાજપુર બીચનો અને દીવના ઘોઘલા બીચન પણ સમાવેશ છે. ડેન્માર્કની ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (એફઇઇ) દ્વારા આપવામાં આવતા બ્લુ ફલેગ  સર્ટિફિકેશન માટે પર્યાવરણ, સ્વચ્છતા, સુરક્ષા, ત્યાં પહોંચવવામાં સુગમતા જેવા કુલ ૩૩ માપદંડો હોય છે.

(10:17 am IST)