Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

આગામી મહીનાથી 12 વર્ષના બાળકો માટેની કેડીલા કંપનીની ઝાયકોવીડ વેક્સીન બજારમાં થશે ઉપલબ્ધ

ઝાયડસ કેડીલા કંપની એક મહિનામાં 10 મિલિયન ડોઝનું ઉત્પાદન શરુ કરશે

નવી દિલ્હી :  દેશભરના નાગરીકો માટે મોટા સમાચાર છે. કોવીડ-19 કાળમાં નાના બાળકો માટે ઓક્ટોબર માસથી વેક્સીનેશન શરુ થઇ જશે. ગુજરાતની કેડીલા હેલ્થ કેયર કંપનીએ પોતાની ઝાયકોવીડ ( ZyCoV-D)પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે.આ વેક્સીન વિશ્વની પહેલી DNA આધારિત વેક્સીન છે જેને ગત મહીને જ ભારતીય ઔષધ નિયંત્રણ વિભાગે મંજૂરી આપી હતી.ઓક્ટોબર મહિનાથી ઝાયડસ કેડીલા કંપની એક મહિનામાં 10 મિલિયન ડોઝનું ઉત્પાદન શરુ કરશે.

 

ભારતમાં આ એક માત્ર કંપની એવી છે જેને નાના બાળકો માટે વેક્સીનનું ઉત્પાદન કરવા માટે મંજૂરી મળી છે. દેશની વસતીના 1.4 બિલિયન નાગરીકોમાંથી 825.9 મિલિયન ડોઝ બાળકો માટે તૈયાર કરશે. ZyCoV-D વેક્સીન ત્રણ તબક્કામાં લેવાની રહેશે.જેનો પહેલો ડોઝ, 0 દિવસ, પછી બીજો ડોઝ 28 મા દિવસે, અને ત્રીજો અને છેલ્લો ડોઝ 56 માં દિવસે લેવાનો રહેશે.

 

આ વેક્સીન સોય રહિત છે અને સોય રહિત એવા વપરાશ 'ટ્રોપીસ'ની મદદથી અપાશે.જે બાળકોની ચામડી પર આપશે તેનાથી દર્દનો અહેસાસ સુદ્ધા નહિ થાય. દરમિયાન ભારતમાં વેસીનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.આજે જ એમ્સના ડિરેક્ટર ડો.ગુલેરીયાએ કહ્યું છેકે, હવે કોરોના મહામારી નથી રહી .

(12:00 am IST)