Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જમ્મુના કનાચક ક્ષેત્રમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયું: વિસ્ફોટકો જપ્ત

ડ્રોન મારફતે મોકલાવાયેલા 16 એકે - 47 રાઇફલ, ત્રણ એમ -4 રાઇફલ, 34 પિસ્તોલ,15 ગ્રેનેડ અને 18 આઇઇડી (ઇમ્પ્રોવાઇઝડ એકસપ્લોઝિવ ડિવાઇસ) જપ્ત કરાયા

શ્રીનગર :આતંકી સંગઠનો જૈશ - એ - મોહંમદ તથા લશ્કર - એ - તોઇબા ડ્રોન ( હેકસા - કોપ્ટર) મારફતે જમ્મુ - કાશ્મિર વિસ્તારમાં ઘડાકા અને શસ્ત્રો નાખવાના કાવતરા કરી રહ્યા છે. એમની પાસે મોટી સંખ્યામાં ડ્રોન છે. જૈશ - એ - મોહંમદે એક જ શ્રેણીના કેટલાય ડ્રોન એકઠા કર્યા છે.

છેલ્લા દોઢ વર્ષમાં ડ્રોન મારફતે મોકલાવાયેલા 16 એકે - 47 રાઇફલ, ત્રણ એમ -4 રાઇફલ, 34 પિસ્તોલ,15 ગ્રેનેડ અને 18 આઇઇડી (ઇમ્પ્રોવાઇઝડ એકસપ્લોઝિવ ડિવાઇસ) જપ્ત કરાયા છે. જેના દ્વારા પૈસા મોકલાવાયા હતા એવા એક બે ડ્રોનમાંથી ચાર લાખ રૂપિયા જપ્ત કરાયા છે. કેટલાક લોકોને કેદ કરાયા છે.

આતંકી સંગઠન જૈશ - એ - મોહંમદ અખનુરની પાસે ડ્રોન મારફતે એક પેલોડ નાખવાનું કાવતરું ઘડી રહ્યું હોવાની માહિતીના પગલે રાત્રે ૧ના સુમારે પોલીસે ડ્રોનને તોડી પાડયું. જમ્મુ ક્ષેત્રના અધિક પોલીસ મહાનિદેશક મુકેશ સિંહે જણાવ્યું કે પેક કરાયેલા આઇઇડીને ફેંક્યા પછી કોઇ લઇ જાય એ એપેક્ષિત હતું. અમે એ માટે કોઇ બદમાશની રાહ જોઇ, પરંતુ કોઇ આવ્યું નહિ. આઇઇડીને કોઇક સ્થળે ગોઠવવાનું હતું. જેને નિષ્ફળ બનાવી દેવાયું એની બનાવટમાં ચીન અને તાઇવાનના સ્પેરપાર્ટ વપરાયા હતા.

(12:53 am IST)