Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પ્રશંસનીય પહેલ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ' કાશી વિશ્વનાથ કોરિડોર ' માટે મુસ્લિમ સમાજે જ્ઞાનવાપી મસ્જીદની જમીન આપી : મંદિરની બાજુમાં આવેલી એક હજાર સ્કવેર ફિટ જમીનના બદલામાં મંદિરે અન્ય જગ્યાએ તેટલી જ જમીન આપી : કોર્ટમાં ચાલી રહેલા કેસનું કોર્ટ બહાર સુખદ સમાધાન

વારાણસી : વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને તેની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ વચ્ચે કોર્ટમાં કેસ ચાલતો હતો . જે દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ' કાશી વિશ્વનાથ કોરિડોર ' માટે મુસ્લિમ સમાજે જ્ઞાનવાપી મસ્જીદની જમીન આપી પ્રશંસનીય પહેલ કરી છે. આથી કોર્ટમાં ચાલી રહેલા કેસનું કોર્ટ બહાર સુખદ સમાધાન થવા પામ્યું છે.

વારાણસીના સાંસદ બન્યા પછી શ્રી મોદીએ સ્થાનિક વિકાસ માટે હાથ ધરેલા જુદા જુદા પ્રોજેક્ટ પૈકી  ' કાશી વિશ્વનાથ કોરિડોર ' પ્રોજેક્ટ પણ હતો . જેના માટે મંદિરની આજુબાજુમાં આવેલા 350 જેટલા મકાનોની જમીન હસ્તગત કરવી જરૂરી હતી. આ પ્રોજેક્ટનું ભુમીપુજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કર્યું હતું.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:01 pm IST)