Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ફાયઝરની કોરોના રસીના ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન ૧૩૫ કરોડ ડોઝ ઉપલબ્ધ થવાની આશાઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા

ખરીદીમાં મોડુ ન થાય તે માટે રસીના ઘરેલુ નિર્માતાઓને પૈસા ચુકવાઇ ગયા

નવી દિલ્હીઃ ફાયઝરની રસીના ગસ્ટથી ડિસેમ્બર દરમિયાન ૧૩૫ કરોડ ડોઝ ઉપલબ્ધ થવાની આશા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાઍ વ્યક્ત કરી છે.

ભારતમાં અમેરિકન ફાર્મા કંપની ફાઈઝરની કોરોના રસીની  રાહની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી  મનસુખ માંડવિયાએ શુક્રવારે કહ્યું કે ભારત સરકારના એક વિશેષજ્ઞોનું ગ્રુપ કોવિડ રસીના સ્પ્લાય પર વૈશ્વિક ફાર્મા પ્રમુખની સાથે વાતચીત કરી રહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રીએ રસીકરણ કાર્યક્રમની રણનીતિકરણ નહીં  કરવા કહ્યું

લોકસભામાં બોલતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી અનેક વાર રસીકરણ કાર્યક્રમની રણનીતિકરણ નહીં  કરવા કહ્યું છે. અમારો હેતું દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોનું રસીકરણ કરવાનો છે. આ રાજનીતિનો સમય નથી. એક ભારત સરકારના વિશેષજ્ઞનું ગ્રુપ હાલમાં ફાઈઝરની સાથે કોવિડ રસીની આપૂર્તિ  પર વાતચીક રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આગળ સંસદને સૂચિત કર્યુ કે કોવિડ રસીકરણ કાર્યક્રમ પર અત્યાર સુધી 9725.15  કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે.

રસીકરણ કાર્યક્રમ પર અત્યાર સુધી કુલ9, 725.15 કરોડનો ખર્ચ

સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારે કહ્યું કે કોવિડના રસીકરણ કાર્યક્રમ પર અત્યાર સુધી કુલ9, 725.15 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાંથી રસીન ખરીદી અને રસીકરણ માટે પરિચાલન ખર્ચ સામેલ છે. કોરોનાના કુલ 135 કરોડ ડોઝ ઓગસ્ટ 2021 થી ડિસેમ્બર 2021ની વચ્ચે ઉપલબ્ધ થવાની આશા છે.

કોરોનાની રસીના ઘરેલુ નિર્માતાઓ ચૂકવણી કરી દીધી

ડો. પવારે જણાવ્યું તે કોરોનાની રસીના ઘરેલુ નિર્માતાઓ ચૂકવણી કરી દીધી છે જેથી ખરીદીમાં કોઈ મોડુ ન થાય. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઘરેલુ રસી નિર્માતાઓની સાથે કરી સમજૂતિ કરી કોઈ મોડું નથી થયુ. નિર્માતાઓએ તેમની સાથે આપવામાં આવેલા આપૂર્તિ આદેશો માટે વચગાળાની ચૂકવણી કરી છે.

(6:55 pm IST)