Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મોટા પરદાનો જાદુ ઓસરી રહયો છે???

કોરોના ઇન્ટરવલ ફીલ્મકારો માટે છે આત્મનિરીક્ષણનો સમય

નવી દિલ્હીઃ ફરહાનની 'તુફાન' કોરોનાના લોકડાઉન અને અનલોકના સંધિકામમાં રીલીઝ થઇ છે. આને ડીલની મજબૂરી કહેવી ઓટીટી પ્રેમ પણ ફરહાન વેબ રીલીઝની તરફેણમાં દેખાયા અને ભારતે વધુ એક ફિલ્મ ઘરના પરદા પર જોઇ.

આપણે સમયના બે ભાગ પર દ્રષ્ટિપાત કરીએ. એક જુના, બીડીથી ગંધાતા, કુલરથી ઠંડા સીનેમા હોલમા અમર અકબર એન્થની લાગેલું છે. શો શરૂ થવાની તૈયારીમાં છે. સિનેમા હોલનો મેનેજર લોબીમાંથી પસાર થતી વખતે એકાદ વ્યકિતને જાણે ભાગ્યના દ્વારા ખોલી આપતો હોય તેમ એક ચીઠ્ઠીમાં ટીકીટ આપવાની ભલામણ લખી આપે છે. બીજી તરફ ટીકીટબારીવાળી સાંકડી ગલીમાં સીનેમા થીયેટરની ક્ષમતાથી ત્રણ ગણી લાંબી લાઇન છે અને બારીથી થોડા  અંતરે ટીકીટના કાળાબજાર પણ શરૂ થઇ ચૂકયા છે. આ એ સમય છે જયારે કોઇ પણ નવું પિકચર જાદુ હતું અને ફીલ્મના હીરોની સાથે ટીકીટબારી પર ટીકીટ વેચનાર પણ હીરો હતો. સામાન્ય માણસમાં પણ બે વર્ગ બની જતા હતા. ફીલ્મ જોઇ ચૂકેલ વ્યકિત અને જોવાનો જુગાડ કરવામાં લાગેલ વ્યકિત.

સમય બદલાયો. ટીવી, પછી ઇન્ટરનેટ ક્રાંતિની સાથે વેબની નવી દુનિયા આવી. ટીકીટોનું ઓનલાઇન બુકીંગ આવતા ટીકીટબારીના યુધ્ધ સમાપ્ત થઇ ગયા. સિનેમા હોલ મેનેજરોનો ઠાઠમાઠ પુરો થવા લાગ્યો. દર્શકો સારી ફીલ્મોની પરિભાષા નક્કી કરવા લાગ્યા અને પછી આવ્યો કોરોનાનો ઇન્ટરવલ. છેલ્લા લગભગ ૧૫ મહિનાથી સીનેમાહોલમાં સીનેમા જ નથી. આ અંગે યુવા પેઢી સાથે વાત કરી તો બહુ ઓછા એવા મળ્યા જેમને હોલીવુડની ફિલ્મો મોટા પરદા પર જોવા ના મળી તેનું થોડુ ઘણું દુઃખ છે. લક્ષ્મી બોમ્બ, રાધે વગેરેથી દાઝેલા દર્શકો નાના પરદે શેરની જોઇને ખુશ છે.

દાયકાઓથી સીનેમાએ માનવ જાત પર એક અસર ઉભી કરેલી છે. સીનેમા ઘરોની રોનક પાછી આવી શકે છે. પણ તે એવી ફિલ્મોથી જ શકય બનશે જેમાં કન્ટેન્ટ, ટ્રીટમેન્ટ, અભિનય, સંગીત અને ડાયરેકટરના કૌશલ્યની તાકાત હશે. અભિનય, સંગીત અને ડાયરેકટરના કૌશલ્યની તાકાત હશે. કોરોનાનો આ ઇન્ટરવલ ખરેખર તો ફિલ્મકારો માટે આત્માવલોકનનો સમય હોવો જોઇએ.

(4:05 pm IST)