Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સેકન્ડ હેન્ડ ફલેટ ખરીદનારાઓ માટે સુપ્રિમ કોર્ટનો મોટો ચુકાદો

ફ્લેટની મૂળ ફાળવણી કરનાર વ્યકિત બીજી વ્યકિતને ફલેટ વેચશે તો તેને સમયસર પજેશન આપવું પડશે

નવી દિલ્હી, તા.૨૩: જે લોકો સેકન્ડમાં ઘર ખરીદે છે તે લોકો માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે ફ્લેટની મૂળ ફાળવણી કરનાર વ્યકિત બીજી વ્યકિતને ફલેટ વેચશે તો તેને સમયસર પજેશન આપવું પડશે.

સુ્પ્રીમ કોર્ટ દ્વારા સેકન્ડ હેંડ ઘર ખરીદનારા લોકોને મોટી રાહત આપવામાં આવી છે. જે બિલ્ડરો સમયસર ઘરનું પઝેશન નથી આપી રહ્યા તે મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે તેવા બિલ્ડરો પાસેથી લોકો પોતાના રૂપિયા પર માગી શકે છે. મૂળ ફાળવણી ધરાવનાર વ્યકિત સાથે દ્યર ખરિદનાર લોકો માટે આ નિર્ણય મહત્વનો કહી શકાય. કારણકે તે લોકોને સમયસર દ્યર નથી મળી શકતા.

જસ્ટિસ યૂયૂ લલિત, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ્ટે કહ્યું કે જે લોકોએ ડાયરેકટ મકાન માલિક જોડે ફ્લેટ ખરીદ્યો છે. તે ફ્લેટ પર બિલ્ડર પર પણ તેટલોજ અધિકારી બને છે જેટલો મૂળ ફાળવણીના મકાન માલીકનો, જોકે ટેકનીકલ ટર્મ પ્રમાણે મકાન માલિક પાસે બધાજ અધિકારો છે.

વધુમાં સુપ્રિમકોર્ટે કહ્યું કે એવું ન કહી શકાય કે હાઉસિંગ પ્રોજેકટ પર બિલ્ડરનો કોઈ અધિકાર નથી. કારણકે જે વ્યકિત મકાન વેચી રહ્યો હોય તે વ્યકિત સાથે બિલ્ડર કોઈ વાયદો કરતા નથી. સાથેજ સુપ્રિમ કોર્ટે આ મામલે બિલ્ડરો પર ધ્યાન આપતા કહ્યું કે જે લોકો ખરેખરમાં હાઉસિંગ પ્રોજેકટ દ્વારા ફાળવવામાં આવેલ દ્યર ખરીદ્યા હોય તે લોકોની સંખ્યા મોટા પ્રમાણ છે.

જે લોકોએ હાઉસિંગ પ્રોજેકટ દ્વારા મૂળ ફાળવણી કરવામાં આવી છે. તે લોકોને કાયદાકીય બધાજ અધિકારો મળ્યા છે. સમગ્ર મામલે લોરિએટ બિલવેલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ખરીદદારને રૂપિયા પરત નહી મળે કારણકે તેમની પાસે મૂળ ફાળવણી નથી. જેથી આ મામલો કોર્ટ સુધી પહોચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કંપનીએ કહ્યું કે જેમણે તેમણે ફ્લેટ ફાળવ્યો હતો. તેને ખ્યાલ હતો કે પ્રોજકટ પૂરો થવામાં વાર લાગશે તે છતા તેણે રૂપિયા માગ્યા હતા. જેથી તેમણે રૂપિયા ન આપ્યા. કારણકે પહેલાથી તેને આ વિશે જાણ હતી.

(3:58 pm IST)