Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મોટું ષડયંત્ર નિષ્ફળ

જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળોએ ડ્રોનને તોડી પાડયું : ૫ કિલોગ્રામ IED જપ્ત

શ્રીનગર તા. ૨૩ : જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન દેખાવાનો મામલા સતત વધી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારની સવારે ભારતીય સુરક્ષાદળોને એ સમયે મોટી સફળતા હાથ લાગી જયારે તેઓએ અખનૂર સેકટરમાં એક ડ્રોનને તોડી પાડ્યું. જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી કરવામાં આવેલા ફાયરિંગ બાદ ડ્રોન જમીન પર પટકાઈ ગયું. ડ્રોનથી પોલીસે ૫ કિલોગ્રામ IED જપ્ત કરી લીધું છે.

જમ્મુ-કાશ્મીરમાં ૨૭ જૂને ભારતીય વાયુસેના સ્ટેશનમાં હુમલા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી બોર્ડર પર સતત ડ્રોન જોવા મળી રહ્યા છે. શુક્રવારની સવારે અખનૂર સેકટરમાં ડ્રોન ઉડતું જોવા મળ્યું. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં ડ્રોન જમીન પર તૂટી પડ્યું.

(10:47 am IST)