Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

લદ્દાખમાં 750 કરોડના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવાશે : પ્રથમ તબક્કો ચાર વર્ષમાં પૂર્ણ થશે

વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો

નવી દિલ્હી :  લદ્દાખમાં 750 કરોડના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે વડા પ્રધાન  મોદીની આગેવાની હેઠળની મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે યુનિવર્સિટીનો પ્રથમ તબક્કો ચાર વર્ષમાં પૂર્ણ થશે. લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટીના નિર્માણને સરળ બનાવવા માટે સેન્ટ્રલ યુનિવર્સિટીઝ એક્ટ 2009 માં સુધારો કરવા માટેનું બિલ પણ રજૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપનાથી ઉચ્ચ શિક્ષણમાં પ્રાદેશિક અસંતુલન દૂર કરવામાં અને કેન્દ્ર શાસિત ક્ષેત્રના સર્વાંગી વિકાસની ખાતરી કરવામાં મદદ મળશે. લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના સાથે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની વધુ તકો મળશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 15 ઓગસ્ટ 2020 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંબોધન કરીને લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી હતી.

(12:55 am IST)