Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદ : વિદિશા જિલ્લામાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ : ગામડાઓમાં મકાનો ધરાશયી

સિરોજ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો : નિચાણવાળા વિસ્તારોમાં ઘણા મકાનો પાણીમાં ડૂબી ગયા

મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઘણા ભાગો જળમગ્ન બન્યા છે. વિદિશા જિલ્લાના સિરોજ તાલુકામાં ભારે વરસાદ વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ગામડાઓમાં કાચા મકાન ધરાશાયી થયા છે

અથાઇખેડા ગામે આશરે 10 કાચા મકાનો પડી ગયા. જ્યારે કે નદીમાં તણાઇ જવાથી એક બાળકીનું મોત નિપજ્યું. સિરોજ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં નજારો બદલાઇ ગયો. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્તું હતું .

નિચાણવાળા વિસ્તારોમાં ઘણા મકાનો પાણીમાં ડૂબી ગયા. જેના કારણે લોકો સુરક્ષિત સ્થળે આશરો લેવા મજબૂર બન્યા. સિરોજથી મંડી બામોરા રોડ પર જવારી નદીમાં પાણી ફરી વળ્યા. અહીં માર્ગો પર ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઇ ગયું. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો

(12:48 am IST)