Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં વીજળી ગુલ : ત્રણ અધિકારીઓની હકાલપટ્ટી

ઉત્તરપ્રદેશમાં અચાનક વાતાવરણ પલટતા વિધાનસભામાં લાઇટ જવાના કારણે એક્ઝિક્યુટિવ એન્જિનિયર ટ્રાન્સમિશન સહિત 3 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

ઉત્તરપ્રદેશમાં અચાનક વાતાવરણ પલટતા વિધાનસભામાં  લાઇટ જવાના કારણે એક્ઝિક્યુટિવ એન્જિનિયર ટ્રાન્સમિશન સહિત 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને એક અધિકારીની હકાલપટ્ટી કરવામાં આવી છે.આ સરકારી અધિકારીઓ પર  પર સસ્પેન્ડની વીજળી પડી હતી.

સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ટ્રાન્સમિશન સંજય પાસવાન, સબડિવિઝન ઓફિસર પુષ્પેશ ગિરી અને જુનિયર એન્જિનિયર અમર રાજનો સમાવેશ થાય છે. તે જ સમયે, સબ સ્ટેશન ઓપરેટર દીપક શર્માની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે.

ટ્રાન્સમિશન સબડિવિઝન માર્ટીનપૂર્વ લાઇનમાં ટ્રીપ કરવા બદલ વીજ વિભાગના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. લાઇન ટ્રીપના કારણે વિધાનસભા સહિત આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો

(10:43 pm IST)