Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

બેલ્જિયમમાં મંકીફોક્સ આવે તો ૨૧ દિ' ક્વોરેન્ટાઈન થવું પડશે

કોરોના બાદ અન્ય વાયરસ જન્મ લઈ રહ્યા છેઃ૧૪ દેશમાં વાયરસ ફેલાયો ઃ આવું પગલું લેનાર બેલ્જીયમ દેશ ક્વોરેટાંઇન સિસ્ટમ શરુ કરનારો પ્રથમ દેશ બન્યો

દુનિયાભરમાં કોરોના વાયરસની ઝપેટમાં લોકો આવી રહ્યાં છે, ત્યારે એક પછી એક તેના વેરિયન્ટ પણ જોવા મળ્યા હતા. હવે માંડ માંડ આ તકલીફમાંથી દેશ થોડો બહાર આવ્યો છે, ત્યારે અન્ય દેશોમાં તો નવા નવા વાયરસ જન્મ લઇ રહ્યાં છે. થોડા સમય પહેલાં કેરળમાં ટોમેટો ફ્લુ વાયરસના કેસ જોવા મળ્યા હતા. હવે, નવો વાયરસ મંકીફોક્સ વાયરસ સામે આવ્યા બાદ તેના કેસ પણ નોંધાવવાના ચાલૂ થઇ ગયા છે. અત્યાર સુધીમાં ૧૪ દેશોમાં આ વાયરસ ફેલાઇ ગયો છે, ત્યારે બેલ્જીયમમાં આ વાયરસની એન્ટ્રી થતા વ્યક્તિને ૨૧ દિવસનો ક્વોરેટાંઇન પીરિયડ આપવામાં આવ્યો છે. આવું પગલું લેનાર બેલ્જીયમ દેશ ક્વોરેટાંઇન સિસ્ટમ શરુ કરનારો પ્રથમ દેશ બની ગયો છે. ડબલ્યુએચઓએ મંકિપૉક્સ વાયરસને લઇને લોકોને સાવધાની લેવાનુ કહ્યું છે. આ એક ગંભીર બીમારી છે. આ વાયરસ સંક્રમિત જીવોમાંથી મનુષ્યોમાં ફેલાય છે. બ્રિટેનમાં શરુ થયેલ આ મંકીપૉક્સ વાયરસના કેસ હવે કેનેડા અને સ્પેન સહિત કુલ ૧૪ દેશોમાં જોવા મળી રહ્યાં છે. મંકીફોક્સ વાયરસ સંક્રમિત યુવાઓ વધુ થઇ રહેલા છે. કોઇ વ્યક્તિના સંક્રમણમાં આવ્યા બાદ આ વાયરસ ફેલાય છે. બ્રિટેનમાં આ બીમારીના લક્ષણો ૭ મેના રોજ એક દર્દીમાં દેખાયા હતા, જેણે નાઇજીરિયાનો પ્રવાસ કરીને આવ્યો હતો.

(8:32 pm IST)