Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

સાઉદીમાં કોરોના વકરતા ૧૬ દેશોની મુસાફરી પર પ્રતિબંધ

સાઉદી અરેબિયામાં કોવિડ-૧૯ કેસની સંખ્યામાં ઉછાળોઃભારત, ઉપરાંત લેબનોન, સીરિયા, તુર્કી, ઈરાન, અફઘાન, યમન, સોમાલિયાના પ્રવાસ પર પ્રતિબંધિત

  સાઉદી અરેબિયામાં કોવિડ-૧૯ના કેસની સંખ્યામાં ફરી એક વખત ઉછાળો આવવાના કારણે સરકારે ભારત સહિત ૧૬ દેશોની મુસાફરી પર પ્રતિબંધ જાહેર કર્યો છે. સાઉદી અરેબિયાના નાગરિકો માટે ભારત ઉપરાંત લેબનોન, સીરિયા, તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, યમન, સોમાલિયા, ઈથિયોપિયા, કોંગો લોકતાંત્રિક ગણતંત્ર, લિબિયા, ઈન્ડોનેશિયા, વિયેતનામ, આર્મેનિયા, બેલારૃસનો પ્રવાસ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.  ઉપરાંત સાઉદીના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ સામે ન આવ્યો હોવાની માહિતી આપી હતી. પ્રિવેન્ટિવ હેલ્થ માટેના નાયબ સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ્લા અસિરીએ જણાવ્યું કે, દેશ પાસે મંકીપોક્સના કેસની ઓળખ કરવા માટેની ક્ષમતા છે. જો કોઈ કેસ સામે આવશે તો સરકાર સંક્રમણનો સામનો કરવા માટે પણ તૈયાર છે.  આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ ૧૧ દેશોમાં મંકીપોક્સના ૮૦ કેસની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે, સંગઠન આ રોગના ફેલાવાની શક્યતાને વધુ સારી રીતે સમજવા માટે કામ કરી રહ્યું છે.

 

(8:28 pm IST)