Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કોરોનાને કારણે ર૬.૩ કરોડ લોકો ગરીબ બનશે

ર૦૧૯ કરતાં ૧.૩ કરોડ મહિલાઓ નોકરી વગરની

નવી દિલ્‍હી તા. ર૩ :.. એકઝા ફેમ ઇન્‍ટરનેશનલના એક નવા રિપોર્ટના અનુમાન અનુસાર, કોરોના આર્થિક અસમાનતા અને ખાદ્ય પદાર્થોના ભાવ વધારા જેવી સંયુકત તકલીફોથી વિવિધ દેશોના ર૬.૩ કરોડ લોકો ર૦રર માં દારૂણ ગરીબીમાં ધકેલાઇ શકે છે. જેના કારણે દાયકાઓમાં થયેલ વિકાસનું ધોવાણ થયાનું પણ રિપોર્ટમાં કહેવાયું છે.
બીજી એક ચિંતાજનક અસર એ પણ થઇ છે કે જાતિય આવકનું અંતર વધુ પહોળું થયું છે. કોરોના મહામારી પહેલાનો અંદાજ હતો કે આવક બાબતમાંસ્ત્રી અને પુરૂષોને સમાન બનતા ૧૦૦ વર્ષ લાગશે. જયારે હવે આ અંદાજ ૧૩૬ વર્ષ કરાયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ર૦૧૯ માં જેટલીસ્ત્રીઓ નોકરી પર હતી તેનાથી ૧.૩ કરોડ ઓછીસ્ત્રીઓ ર૦ર૧ માં નોકરી પર હતી. જયારે પુરૂષોની રોજગારી ર૦૧૯ ના સ્‍તરે પહોંચી ગઇ છે.
રિપોર્ટના વિશ્‍લેષણ અનુસાર મહામારી દરમ્‍યાનસ્ત્રીઓ રોજગારમાંથી વધારે છૂટી કરાઇ છે. લોકડાઉન અને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગથી મહિલાઓ દ્વારા ચાલતા ટુરીઝમ, હોસ્‍પીટાલીટી અને સારસંભાળ જેવા સેવાક્ષેત્રને વધુ અસર થઇ હતી. આ બધા સેકટરોમાં નોકરીના રહેતા મહિલાઓ મજૂરી કામમાં જોડાવા મજબૂર બની હતી.
ફોર્બ્‍સના આંકડાઓનું વિશ્‍લેષણ કરીને ઓકસફામે આર્થિક અસમાનતાના તારણો કાઢતા જણાવ્‍યું છે કે અત્‍યારે વિશ્વમાં ર૬૬૮ અબજોપતિઓ છે જે ર૦ર૦ માં મહામારીની  શરૂઆત વખતે હતા તેનાથી પ૭૩ વધારે છે. જયારે એ જ સમયગાળામાં ૯૯ ટકા લોકોની આવક ઘટી છે કેમ કે ર૦ર૧ માં ૧ર.પ કરોડ લોકોએ કોરોનાના કારણે પોતાની નોકરી ગુમાવી હતી.
આર્થિક અસમાનતા વીષે છણાવટ કરતા રિપોર્ટમાં કહેવાયું છે કે મહામારી દરમ્‍યાન દર ૩૦ કલાકે એક નવો અબજપતિ ઉભો થયો હતો જયારે એટલા જ સમયમાં ૧૦ લાખ લોકો અત્‍યંત ગરીબીમાં ધકેલાયા હતાં. રિપોર્ટમાં કહેવાયું છે કે મહામારી દરમ્‍યાન ફુડ, ફાર્મા, એનર્જી અને ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓમાં કરીને કરીને અમીરોની સંપતિ અને સંખ્‍યા વધી હતી.
ઓકસફેમ ઇન્‍ટરનેશનલના ઇડી ગ્રેબીયેલા બુચરે એક સ્‍ટેટમેંટમાં કહયું કે મહામારીની અસરના કારણે અત્‍યંત ગરીબી બાબતે દાયકાઓમાં થયેલ વિકાસ ધોવાઇ ગયો છે. અને નેગેટીવમાં પહોંચી ગયો છે જેના કારણે કરોડો લોકો માટે સામાન્‍ય જીવન જીવવું પણ અઘરૂ બની ગયું છે.
રિપોર્ટમાં એવી ભલામણ કરાઇ છે સરકારોએ વધુ આવકવાળા વર્ગ પર વધુ ટેક્ષ નાખીને તે નાણા આર્થિક અસમાનતા દૂર કરવાના જોરદાર પગલા લેવામાં વાપરવા જોઇએ.

 

(12:05 pm IST)