Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વડાપ્રધાન મોદીનું જાપાનમાં ભવ્‍ય સ્‍વાગત : ભારતીય સમુદાય ઉમટયો

‘મોદી-મોદી, ભારતમાતા કી જય'ના નારા લાગ્‍યા : આવતીકાલે ક્‍વાટ સંમેલનમાં આપશે હાજરી : બાળકોને આપ્‍યા આશિર્વાદ : જો બાઇડન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

ટોક્‍યો તા. ૨૩ : PM મોદીનું જપાનમાં ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું છે. સ્‍થાનિક ભારતીય સમુદાય દ્વારા ‘મોદી મોદી' અને ‘ભારતમાતા કી જય' ના નારા લાગ્‍યા હતા. તો સામે લોકોએ જોર શોરથી ભેગા થઈને દેખો દેખો કૌન આયા, ભારત માં કા શેર આયા જેવા નારા પણ લગાવ્‍યા હતા.
ટોક્‍યોમાં PM મોદીને મળવા પહોંચેલા બાળકોએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ અમારી સાથે વાતચીત કરી અને તેઓને આશીર્વાદ આપ્‍યા હતા. પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ બાળકોના દોરેલા ચિત્રો પણ જોયા હતા અને બાળકોએ તેઓની પાસેથી ઓટોગ્રાફ માંગ્‍યા હતા.
પ્રધાનમંત્રી મોદી ૨૩-૨૪ મેના રોજ જાપાની રાજધાની ટોક્‍યોમાં રહેવાના છે. આ દરમિયાન મોદી અહીં એક બાજૂ ક્‍વાડ નેતાઓની શિખર બેઠકમાં ભાગ લેશે, તો વળી લગભગ ૩૬ કલાકની આ મુસાફરીમાં તેમની મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને ઓસ્‍ટ્રેલિયાના નવા પીએમ સાથે પણ થશે.
પ્રધાનમંત્રી મોદી આ ત્રીજી જાપાન યાત્રામાં જયાં એક તરફ ક્‍વાડ નેતાઓ સાથે મહત્‍વપૂર્ણ એજન્‍ડા પર ચર્ચા કરશે. તો વળી દ્વિપક્ષીય વાર્તા દરમિયાન રોકાણ, વેપાર, સુરક્ષા, ટેકનિક સહિત કેટલાય મુદ્દા પર મહત્‍વની વાતચીત કરશે. પીએમ મોદી ૨૨મીના રાતે જાપાન માટે રવાના છે. અને ૨૩ મેના રોજ ટોક્‍યો પહોંચતા જ તેમના કાર્યક્રમ ચાલુ થઈ જશે.
ક્‍વાડના ભવિષ્‍ય અને તેને પ્રભાવી બનાવી રાખવા માટે ટોક્‍યોની બેઠકમાં ખાસ મહત્‍વ માનવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે, એશિયા-પ્રશાંત વિસ્‍તારમાં તેમનો દેશ જયાં આર્થિક અને સુરક્ષાના પડકાર સામે ઝઝૂમી રહ્યો છે, તો વળી ક્‍વાડના વાયદા પર જમીન પર ઉતરવામાં હાલમાં નબળા દેખાઈ રહ્યા છે. ત્‍યારે આવા સમયે અમેરિકા-જાપાન- ભારત અને ઓસ્‍ટ્રેલિયાના નેતાઓની કોશિશ રહેશે કે, ઠોસ પરિણામ આપનારી યોજનાઓને ઝડપથી આગળ વધારે. જાપાનમાં પીએમ મોદીની જયાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે આમને સામને બીજી મુલાકાત હશે, તો વળી જાપાનમાં પીએમ કિશીદાથી ફક્‍ત બે મહિનાની અંદર બીજી વાર મળશે. આ ઉપરાંત પીએમ મોદી જાપાનમાં ફક્‍ત બે દિવસના પ્રવાસમાં જાપાની ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે અને સાથે ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે. આ બંને જ કાર્યક્‍મ ૨૩ મેના રોજ થવાના છે, જયારે ક્‍વાડ નેતાઓ સાથે શિખર સંમેલન ૨૪મીના રોજ થશે.

 

(11:45 am IST)