Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

એક વધુ યુધ્‍ધ થશે ! શું ચીન ટૂંક સમયમાં તાઇવાન પર હુમલો કરશે ?

તાઇવાન પર હુમલાની યોજના કરતી વખતે ચીનના ટોચના યુધ્‍ધ સેનાપતિઓની કથિત બેઠકનો ૫૭ મિનિટનો ઓડિયો લીક થયો : ચીનના ટોચના યુધ્ધ જનરલ કથિત રીતે તાઇવાનમાં યુધ્ધ કેવી રીતે કરવું અને તેને કેવી રીતે આગળ લઇ જવું તેની યોજના બનાવી રહ્ના છે : ચીનની સેનાઍ ગ્રાઉન્ડ ઍટેક કેવી રીતે કરવા જાઇઍ : સાયબર ઍટેક અને અવકાશમાં હથિયારોનો ઉપયોગ કેવી રીતે કરવો ? તેની ચર્ચા કરી રહ્ના છે

નવી દિલ્‍હી તા. ૨૩ : શું ચીન ટૂંક સમયમાં તાઈવાન પર હુમલો કરવા જઈ રહ્યું છે? શું તે તાઈવાન પર યુએસના પ્રભાવથી એટલો નારાજ છે કે તે ત્‍યાં રશિયન દળોની જેમ યુક્રેનમાં તેના સૈનિકો મોકલવાનું વિચારી રહ્યો છે? જો લીક થયેલી ઓડિયો ક્‍લિપ પર વિશ્વાસ કરવામાં આવે તો આ વાત સાચી પણ હોઈ શકે છે. આ ઓડિયો ચીનમાં જન્‍મેલા માનવાધિકાર કાર્યકર્તા દ્વારા બહાર પાડવામાં આવ્‍યો છે. હિન્‍દુસ્‍તાન ટાઈમ્‍સના અહેવાલમાં દાવો કરવામાં આવ્‍યો છે કે આ ઓડિયો ક્‍લિપમાં ચીનના ટોચના સૈન્‍ય જનરલને તાઈવાનમાં યુદ્ધને લઈને પોતાની રણનીતિ બનાવતા સાંભળી શકાય છે.

રિપોર્ટ અનુસાર, આ ઓડિયો ક્‍લિપ ૫૭ મિનિટની છે. આમાં ચીનના ટોચના યુદ્ધ જનરલ તાઈવાનમાં યુદ્ધ કેવી રીતે કરવું અને તેને કેવી રીતે આગળ લઈ જવું તેની ચર્ચા કરી રહ્યા છે. જેમાં ચીનની સૈન્‍ય પીપલ્‍સ લિબરેશન આર્મી (પીએલએ)એ ગ્રાઉન્‍ડ એટેકની યોજનાનો ઉલ્લેખ કર્યો છે. સાયબર એટેક અને અવકાશમાં હાજર હથિયારોના ઉપયોગ માટે વ્‍યૂહરચના બનાવવામાં આવી છે. આ સિવાય ચીને દુનિયાભરની સરકારો અને સંસ્‍થાઓમાં જે નાગરિકો રાખ્‍યા છે તેને સક્રિય કરવાની પણ વાત થઈ રહી છે.

એક્‍ટિવિસ્‍ટ જેનિફર ઝેંગે એક ટ્‍વિટમાં દાવો કર્યો છે કે પહેલીવાર ચીની જનરલોની ટોપ સિક્રેટ મીટિંગનું રેકોર્ડિંગ લીક થયું છે. આ માટે એક લેફટનન્‍ટ જનરલ અને ત્રણ મેજર જનરલને મોતની સજા સંભળાવવામાં આવી છે. અન્‍ય કેટલાક અધિકારીઓને જેલમાં મોકલી દેવામાં આવ્‍યા છે. આ ઓડિયો સત્તારૂઢ કમ્‍યુનિસ્‍ટ પાર્ટી ઓફ ચાઈના (CPC)માં બળવોનો સૌથી મોટો પુરાવો છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બેઠક ૧૪ મેના રોજ થઈ હતી. તેનો ઓડિયો સૌપ્રથમ લુડ મીડિયા દ્વારા લીક કરવામાં આવ્‍યો હતો. લુડ મીડિયાનું કહેવું છે કે આ ઓડિયો સીપીસીના એક વરિષ્ઠ અધિકારી દ્વારા લીક કરવામાં આવ્‍યો હતો, જેઓ તાઈવાનને લઈને રાષ્ટ્રપતિ શી જિનપિંગના ઈરાદાઓનો પર્દાફાશ કરવા માંગતા હતા. ઓડિયોમાં ચાલી રહેલી વાતચીતના આધારે અનુમાન લગાવવામાં આવ્‍યું છે કે તે બેઠકમાં રાજકીય નેતૃત્‍વ સિવાય પાર્ટી સેક્રેટરી, ડેપ્‍યુટી સેક્રેટરી, ગવર્નર અને ગુઆંગડોંગના ઉપરાજયપાલ પણ હાજર હતા.

ઓડિયો ક્‍લિપ સામાન્‍ય સ્‍થિતિને યુદ્ધની સ્‍થિતિમાં ફેરવે છે. સૈન્‍ય આયોજન અને સેનાની તૈનાતી પર ચર્ચાઓ સાંભળી શકાય છે. તેમાં તાઈવાનમાં તૈનાત સ્‍વતંત્ર દળોને પડકારવાનો અને જરૂર પડ્‍યે યુદ્ધ કરવાનો પણ ઉલ્લેખ છે. ગુઆંગડોંગ પ્રાંતીય પક્ષ સમિતિની સ્‍થાયી સમિતિની બેઠકમાં, રાષ્ટ્રીય સંરક્ષણ મોબિલાઇઝેશન કમાન્‍ડ સિસ્‍ટમ બનાવવા, યુદ્ધ મિકેનિઝમ અને મોનિટરિંગ સિસ્‍ટમ લાગુ કરવા માટેની વ્‍યૂહરચના ઘડવામાં આવી હતી.

આ ઓડિયો એવા સમયે સામે આવ્‍યો છે જયારે તાજેતરના સમયમાં તાઈવાનમાં ચીની સેનાની ઘૂસણખોરી ઘણી વધી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર મે મહિનામાં જ ચીને તાઈવાનના એરસ્‍પેસમાં ૬૮ મિલિટરી એરક્રાફટ મોકલ્‍યા છે. જેમાં ૩૦ ફાઈટર જેટ, ૧૯ સ્‍પોટર પ્‍લેન, ૧૦ બોમ્‍બર અને ૯ હેલિકોપ્‍ટર સામેલ છે. ગયા વર્ષે ચીને ૨૩૯ દિવસમાં ૯૬૧ વખત તાઈવાનની સરહદ પર અતિક્રમણ કર્યું હતું. ચીનના ઈરાદાઓને ધ્‍યાનમાં રાખીને, તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે એપ્રિલમાં નાગરિકો માટે ૨૮ પાનાની હેન્‍ડબુક બહાર પાડી હતી, જેમાં લશ્‍કરી સંકટ કે આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું તે જણાવવામાં આવ્‍યું હતું. મોબાઇલ એપનો ઉપયોગ કરીને હુમલા દરમિયાન સલામત સ્‍થળ કેવી રીતે શોધવું. હવાઈ   હુમલા, આગ, ઈમારત ધરાશાયી થવી, પાવર આઉટેજ અને કુદરતી આફતોથી પોતાને કેવી રીતે બચાવી શકાય.

(11:38 am IST)