Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 773 લોકોના મોત: નવા 66936 પોઝિટિવ કેસ

રાજ્યમાં ઓક્સિજન સંકટની સાથે વેક્સિનેશનની પણ મુશ્કેલી: મુંબઈમાં લગભગ 54 વેક્સીનેશન સેન્ટર્સ બંધ : મુંબઈમાં કોરોનાના 7221 નવા કેસ અને 72 લોકોના મોત

મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વધારે ખતરનાક થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર હજું પણ દેશમાં સૌથી પ્રભાવિત પ્રદેશ બનેલો છે. પ્રતિદિવસ હજારો નવા કેસ સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં પાછલા 24 કલાકમાં 66, 836 નવા કેસ સામે આવ્યા. 74,045 રિકવર થયા અને 773 લોકોના મોત થયા. મહારાષ્ટ્રમાં હવે એક્ટિવ કેસ 6,91,851 છે, અત્યાર કુલ કોરોના કેસ 41,61,676 થઈ ગયા છે. અત્યાર સુધી 63,252 લોકોના જીવ જઈ ચૂક્યા છે

આ વચ્ચે રાજ્યમાં ઓક્સિજન સંકટની સાથે-સાથે વેક્સિનેશનની પણ મુશ્કેલીઓ સામે આવી રહી છે. મુંબઈમાં શુક્રવારે લગભગ 54 વેક્સીનેશન સેન્ટર્સ બંધ રહેશે, કેમ કે તેમના પાસે વેક્સિન નથી. જ્યારે મુંબઈમાં શુક્રવારે કોરોનાના 7221 નવા કેસ સામે આવ્યા અને 72 લોકોના મોત થઈ ગયા.

મુંબઈમાં હાલમાં કુલ 132 વેક્સિનેશ સેન્ટર્સ છે, જેમાં 73 પ્રાઈવેટ હોસ્પિટલોમાં છે. મુંબઈમાં લાંબા સમયથી વેક્સિનની અછત થઈ રહી છે. મુંબઈને 20 એપ્રિલે એક લાખ વેક્સિનના ડોઝ મળ્યા હતા, પરંતુ શહેરમાં પ્રતિદિવસ 50 હજારથી વધારે વેક્સિનની ડોઝ લગાવવામાં આવી રહી છે.

(11:11 pm IST)