Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કોવિશિલ્ડ કોરોનાના ડબલ મ્યુટન્ટ સામે પણ અસરકારક

CSIRની સંસ્થા CCMB દ્વારા પ્રયોગ હાથ ધરાયો : આઈસીએમઆર દ્વારા કોવેક્સિનને પણ ડબલ મ્યુટન્ટ વાયરસ સામે સુરક્ષિત હોવાનું જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી, તા. ૨૩ : કોવિશિલ્ડ વેક્સિન કોરોનાવાયરસના બી.૧.૬૧૭ના પ્રકારથી સુરક્ષિત છે, જેને ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે, સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજીના (સીસીએમબી)ના ડિરેક્ટર રાકેશ મિશ્રાએ ગુરુવારે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે,વૈજ્ઞાનિક અભ્યાસ અને ઔદ્યોગિક સંશોધન (સીએસઆઈઆર)ની સંસ્થા સીસીએમબી દ્વારા પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.ખૂબ જ પ્રારંભિક પરંતુ પ્રોત્સાહક પરિણામ તેમાં મળ્યા હતા બી ૧૬૧૭ સામે તે રક્ષણ આપે છે. વિટ્રો ન્યુટલાઇઝેશન એસેમાં ઉપયોગ કરીને પ્રારંભિક પરિણામો બતાવે છે કે બી ૧.૬૧૭ પ્રકાર, ડબલ મ્યુટન્ટ સામે અને કોવિશિલ્ડ-રસી લગાવેલા બંને સંરક્ષણ આપે છે. બી.૧.૬૧૭ વેરિએન્ટમાં ઈ૪૮૪ક્યુ અને એલ૪૫૨આર નામના બે અલગ વાયરસ વેરિએન્ટ્સમાંથી પરિવર્તન છે. મહારાષ્ટ્ર, પંજાબ અને દિલ્હીથી એકત્રિત થતા લાળના નમૂનાઓમાં ડબલ પરિવર્તનશીલ જોવા મળ્યો. નિષ્ણાતોમાં આશંકા છે કે નવો પ્રકાર પણ ચેપ દરમાં વધારો કરી શકે છે અને સરળતાથી રોગપ્રતિકારક સંરક્ષણને વટાવી શકે છે.

આ સાથે જ અમેરિકન મલ્ટિનેશનલ કંપની ફાઇઝર (ફાઈઝર કોરોના વાયરસ વેક્સિન) એ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે ભારતમાં સરકારના રસીકરણ કાર્યક્રમ માટે તેની રસીઓને નફા વિના ઉપલબ્ધ કરાવવાની ઓફર કરી છે. કંપનીએ કહ્યું છે કે દેશમાં રસીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકાર સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે રોગચાળા દરમિયાન તે ફાઈઝર-બાયોએનટેક કોવિડ-૧૯એમઆરએનએ વેક્સીન માત્ર સરકારી કરાર દ્વારા જ સપ્લાય કરશે. ફાઈઝરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દેશમાં સરકારના રસીકરણ કાર્યક્રમમાં ફાઈઝર અને બાયોએનટેક વેક્સીન ઉપલબ્ધ કરાવીને સરકાર સાથે કામગીરી ચાલુ રાખવા માટે કંપની સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે ફાઈઝરે સરકારના રસીકરણ કાર્યક્રમમાં સંપૂર્ણ સહકાર આપશે અને કોવિડ -૧૯ રસી ફક્ત સરકારના કરાર દ્વારા ઉપલબ્ધ કરાવશે.

ફાઈઝરે એમ પણ કહ્યું હતું કે તે આ રસીને લાભકારક કિંમતે ઉપલબ્ધ કરાવશે. જોકે કંપનીએ તે જણાવ્યું ન હતું કે આ રસીનું લાભકારક મૂલ્ય શું હશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની વિશ્વના વિવિધ દેશોને સમાન અને પોષણક્ષમ દરે રસી પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

ભારતમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ સામે આવ્યું છે જે ઝડપથી ફેલાય છે અને માનવ શરીરની પ્રતિરોધક ક્ષમતા એટલે કે રોગપ્રતિકારક શક્તિમાંથી બચી નીકાળવામાં સક્ષમ છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ નવા સ્ટ્રેઇનના કારણે દેશમાં અથવા પશ્ચિમ બંગાળમાં વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેવા હજુ કોઈ પ્રમાણ મળ્યું નથી.

(7:53 pm IST)