Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

હરીશ સાલ્વેએ કેસથી દુર રહેવાનો નિર્ણય જાહેર કર્યો

કોરોના કેસ : સુપ્રિમ કોર્ટમાં જવાબ આપવા કેન્દ્ર સરકાર તૈયાર નથી : સુનાવણી આજે ન થઇ : ટળી

નવી દિલ્હી તા. ૨૩ : દેશમાં કોરોના સંકટ પર સુઓમોટો અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. સીજેઆઇએ તેમના અંતિમ દિવસે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢીને કહ્યું કે, ઓકસીજનની અછતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ અંગેની સુનાવણી મંગળવારે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કોરોના સંકટ પર ત્રણ જજોની બેન્ચે સુનાવણી કરી. જેની અધ્યક્ષતા ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ આજે લોકડાઉનની ઘોષણા કરવા માટે હાઇકોર્ટની ન્યાયિક શકિત સાથે જોડાયેલા પહેલુની પણ તપાસ કરશે.

સુનાવણી શરૂ થતાની સાથે જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેએ કહ્યું કે, દેશમાં ઓકિસજનના ઘટાડાના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. બીજી બાજુ કોરોનાની વ્યવસ્થા પર રાષ્ટ્રીય યોજનાથી સંબંધિત સુપ્રીમ કોર્ટ સ્વતઃ સંજ્ઞાન મામલે ન્યાયમિત્ર નિયુકત કરેલા હરિશ સાલ્વેને આ અંગે હટાવાની અપીલ કરી. હરીશ સાલ્વેએ કોવિડ-૧૯ મામલે ન્યાયમિત્ર નિયુકત કરવા પર અનેક વકીલો દ્વારા વિરોધ થતા મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેએ હરિશ સાલ્વને હટાવાની મંજુરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન સેવાઓ તેમજ જરૂરી વસ્તુઓના વિતરણ પર સુઓ મોટો અંગે જવાબ દાખલ કરવા માટે કેન્દ્રને સમય આપ્યો ત્યારબાદ સુનાવણીને ૨૭ એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી.

(3:55 pm IST)