Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

GST કોમ્પ્લાયન્સ અને ઇન્કમટેક્ષ મામલે સરકાર રાહત આપે તેવી પૂરેપૂરી શકયતા

કોમ્પ્લાયન્સ ટાઇમલીમીટમાં ૩ માસની રાહત આપવા પણ વિચારણા : ૧૧ GST અને ૧૫ ઇન્કમટેક્ષ કોમ્પ્લાયન્સ એપ્રિલમાં જ ડયુ થાય છે

નવી દિલ્હી તા. ૨૩ : સરકાર જીએસટી અને ઇન્કમટેક્ષ માટેના કોમ્પ્લાયન્સની ટાઇમલીમીટમાં વધારો કરીને ધંધાર્થીઓને રાહત આપવા અંગેના પ્રસ્તાવને ચકાસી રહી છે. કોરોનાની હાલની ગંભીર પરિસ્થિતિમાં સરકારને એમએસએમઇ સહિત ઘણા બધા ઉદ્યોગો તરફથી આ અંગેની રજૂઆતો મળી છે.

એક સરકારી અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યંુ કે, અમને ઘણી બધી રજૂઆતો આ અંગે મળી છે. જે ખરેખર વ્યાજબી છે અને તેના પર ચોક્કસ ધ્યાન અપાશે.

જીએસટીમાં માર્ચનું મંથલી સમરી રિટર્ન ૨૦ એપ્રિલ સુધીમાં અને જાન્યુઆરીથી માર્ચ મહિનાનું કવાર્ટરલી સમરી રિટર્ન ૨૨ એપ્રિલ સુધીમાં ભરવાનું હોય છે. જ્યારે કંપોઝીશન સ્કીમ સ્વીકારનારા માટે જીએસટીઆર ૪ રિટર્ન ભરવાની અંતિમ તારીખ ૩૦ એપ્રિલ છે. જ્યારે ઇન્કમ ટેક્ષમાં ટીડીએસ અને ટીસીએસના કોમ્પ્લાયન્સ રજૂ કરવાનો સમય એપ્રિલ - મે હોય છે.  ધ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)એ નાણા પ્રધાન નિર્મલા સીતારમણને એક પત્ર લખીને આ બધી મુદ્દતોમાં ત્રણ મહિનાનો વધારો કરવાની માંગણી કરતા કહ્યું છે કે, જીએસટીમાં ઓછામાં ઓછા ૧૧ અને ઇન્કમટેક્ષમાં પણ ૧૧ એવા કોમ્પ્લાયન્સો છે જે એપ્રિલમાં ભરવાના હોય છે. અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે રાજ્ય સરકારો કડક પ્રતિબંધો મુકી રહી છે ત્યારે આ બધા કોમ્પ્લાન્સો ભરવા શકય નથી તેથી જેની મુદ્દત વધારવામાં આવે.

(11:05 am IST)