Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

મુંબઇ : હોસ્પિટલનાં ICUમાં આગ : ૧૩ કોરોના દર્દીના મોત

શોર્ટ -સર્કિટને કારણે આગ લાગી હોવાનું તારણ : ઘટના વખતે ૯૦ દર્દીઓ હતા

મુંબઇ,તા. ૨૩: મહારાષ્ટ્ર સ્થિત મુંબઈની નજીક આવેલા વિરાર વિસ્તારની હોસ્પિટલમાં આગ લાગતા ૧૩ના મોત થયા છે. વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર ૧૩ કોરોના દર્દીના મોત થયા છે. વિરાર વેસ્ટ સ્થિત વિજય વલ્લત્ર હોસ્પિટલમાં ૧૫ દર્દી આઈસીયુમાં દાખલ હતા. તમામ લોકોના આગના કારણે મોત થયા છે. આશંકા છે કે એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી છે. મનાઈ રહ્યુ છે કે હોસ્પિટલ બીજા માળ પર છે. સવારે ૩ વાગે લગભગ આગ લાગી તે સમયે ફકત ૨ નર્સ હાજર હતી.

હોસ્પિટલના સીઈઓ દિલીપ શાહે કહ્યુ કે આ ઘટનામાં ૧૩ લોકોના મોત થયા છે. તેમણે કહ્યુ કે હોસ્પિટલમાં લગભગ ૯૦ દર્દી છે. જે દર્દીઓને ઓકિસજનની જરુર છે તેમને અમે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરી રહ્યા છીએ. શાહે જણાવ્યું કે આઈસીયુમાંથી કંઈક આગ જેવુ પડ્યુ અને ૧-૨ મિનિટમાં આગ ફેલાઈ ગઈ. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી છે. સીઈઓએ દાવો કર્યો કે રાતે હોસ્પિટલમાં ડોકટર હતા. એમ પુછવા પર કે કેટલો સ્ટાફ ડ્યુટી પર હતો શાહ બરાબર સંખ્યા કહી શકયા નહોંતા.

આગ પર કાબૂ મેળવવા ૧૦ ફાયર વાહનો પહોંચી ગયા હતા. હોસ્પિટલમાં એક દર્દીની સાથે આવેલા એક સેવા કરનારાએ દાવો કર્યો કે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે. તેમણે જણાવ્યું કે આઈસીયુમાં ૧૫ દર્દી હતા. તેમને શંકા છે કે એ તમામનું મોત થયું છે. સેવકે જણાવ્યું કે આઈસીયુ ફુલ હતુ.

(10:12 am IST)