Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

બે દિવસની રાહત બાદ ફરી વધ્યા પેટ્રોલ - ડિઝલના ભાવ

પેટ્રોલમાં ૩૪ પૈસા અને ડિઝલમાં ૩૫ પૈસાનો વધારો ઝીંકાયો

નવી દિલ્હી તા. ૨૩ : સરકારી તેલ કંપનીઓ તરફથી આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. બે દિવસની થોડી રાહત આપ્યા બાદ આજે ફરી ડીઝલની કિંમતમાં ૩૫થી ૩૮ પૈસા સુધીનો વધારો થયો છે. ત્યારે પેટ્રોલની કિંમત ૩૪થી ૩૫ પૈસા સુધી વધી છે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકત્તામાં પેટ્રોલની કિંમત ૯૦ રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે.

દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમત અત્યાર સુધીના ઉચ્ચત્તામ સ્તર પર પહોંચી ગઈ છે. આ બન્ને શહેરોમાં પેટ્રોલની કિંમત પોતાના સર્વોચ્ચ સ્તર પર છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૯૦.૯૩ રૂપિયા જયારે ડીઝલના ભાવ ૮૧.૩૨ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયા છે. ત્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત ૯૭.૯૪ રૂપિયા તથા ડીઝલની કિંમત ૮૮.૪૪ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.

(11:45 am IST)