Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જેએનયૂમા ફરી હોબાળો;પરીક્ષાની યોગ્યતા માટે 75 ટકા હાજરી ફરજીયાતના નિર્ણય સામે વિદ્યાર્થીઓનો હંગામો

વિદ્યાર્થીઓએ કોલેજના વહીવટી સ્ટાફને બંધક બનાવ્યો :જબરા સુત્રોચાર ;વીસીને મળવા અને સર્ક્યુલર પાછો ખેંચવા માંગણી

 

જેએનયૂમા ફરી હોબાળો મચ્યો છે પરીક્ષાની યોગ્યતા માટે 75 ટકા હાજરી ફરજીયાતના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ હંગામો કર્યો છે ગુરુવાર મોડીરાત્રે છાત્રોએ વહીવટી બિલ્ડિંગને ઘેરી લીધું છે અને વિદ્યાર્થીઓએ જેએનયુના વહીવટી સ્ટાફને કેદ કરી લીધો છે છાત્રો તાજેતરમાં લાગુ કરાયેલ ફરજીયાત હાજરીના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે

  ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસો,ના નેતા ગીતાએ કહ્યું કે અમારી માંગ હતી કે વીસી સાથે મુલાકત કરાવાય અમે સવારથી તેઓની રાહ જોઈ રહ્યાં છીએ અમે કોઈ ગેટ બ્લોક કર્યો નથી અમે માત્ર તેની રાહ જોઈ રહ્યાં શીખો અમે ઇચ્છીએ છીએ કે ફરજીયાત હાજરીનો સર્ક્યુલર પાછો ખેંચી લેવાય અને એકેડમિક કાઉન્સિલની મિટિંગ બોલાવાઇ.

  પહેલા જેએનયુના વીસી ડો,એમ જગદેશ કુમારે કહ્યું હતું કે જેએનયુએસયુ ના નેતૃત્વમાં છાત્રોએ જેએનયુ વહીવટી બિલ્ડિંગમાં વરિષ્ઠ અધિકારીઓને સવારે 11 વાગ્યે ઘેરી લીધા હતા તેને બહાર નીકળવાની કોશિશ કરી તો છાત્રોએ નારાબાજી કરી હતી અને બહાર નીકળવા દીધા નહીં

(12:36 am IST)