Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ભારત-ચીનની વચ્ચે આજથી કોર્પ્સ કમાન્ડ સ્તરની વાતચીત

પૂર્વ લદાખમાં ચાલતા તણાવનું નિરાકરણના પ્રયાસ : નવમા તબક્કાની બેઠક માટે રૂપરેખા અને ભારતના પક્ષ પર કામ ચાલી રહ્યું છે, તેમાં કેટલાંક ફેરફારની સંભાવના

નવી દિલ્હી, તા. ૨૩ : ભારત અને ચીનની વચ્ચે બે મહિનાથી વધુ ચાલેલ ઉચ્ચસ્તરીય સૈન્ય સંવાદ બાદ નવમા તબક્કાની કોર્પ્સ કમાન્ડ સ્તરીય આગામી વાતચીત રવિવાર ફરીથી શરૂ થશે. બેઠકનું લક્ષ્ય પૂર્વ લદ્દાખમાં નવ મહિનાથી ચાલી રહેલા તણાવનું સમાધાન કાઢવાનું છે. એક અધિકારીએ માહિતી આપી કે ઉચ્ચ સ્તરીય બેઠક રવિવારના રોજ થશે. સૂત્રો કહ્યું કે બેઠક માટે રૂપરેખા અને ભારતના પક્ષ પર કામ ચાલી રહ્યું છે. તેમાં કેટલાંક ફેરફાર આવી શકે છે. છેલ્લી કેટલીય બેઠકોની જેમ વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ પણ બેઠકનો હિસ્સો હશે. સત્તાવાર સૂત્રોએ માહિતી આપી કે બેઠક ચુશૂલ સેકટરની સામે ચીનની તરફ મોલ્ડોમાં થશે. બંને પક્ષોની વચ્ચે છેલ્લી સૈન્ય બેઠક નવેમ્બરના રોજ થઇ હતી. ભારત અને ચીનની સરહદ પર તણાવ છેલ્લાં નવ મહિનાથી ચાલુ છે. બંને દેશો સરહદો પર મોટી સંખ્યામાં સૈન્ય બળ,તોપો અને હથિયારો તૈનાત કરી દીધા છે. સરહદ પર કેટલાંક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી ૩૦ ડિગ્રી સેલ્સિયસ નીચે આવી ચૂકયું છે તેમ છતાંય સૈન્ય બળની હાલની સંખ્યામાં ઘટાડો આવ્યો નથી. શિયાળા દરમ્યાન સરહદ પર શાંતિ બની રહી પરંતુ તણાવ ઓછો થયો નથી.

(8:10 pm IST)