Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

કોરોના બાદ બેરોજગારી છે, દેશની સૌથી મોટી સમસ્યા

'દેશ કા મિજાજ' સર્વેમાં ર૪ ટકા લોકોએ કોરોનાને મોટી સમસ્યા ગણાવી

નવી દિલ્હી તા. ર૩ :.. કોરોના મહામારી, મોંઘવારી, આતંકવાદ, ભ્રષ્ટાચાર હાલના સમયમાં ભારતની સૌથી મોટી સમસ્યા શું છે. આ સવાલ અંગે 'દેશનો મીજાજ' સર્વેમાં જનતાનો વિચાર જાણ્યો. મુડ ઓફ નેશન નામથી કરેલા સર્વેમાં લોકોએ કોરોના મહામારી, બેરોજગારીને દેશની સૌથી મોટી સમસ્ય ગણાવી.

૧ર હજાર ર૩ર લોકો કરવામાં આવેલા આ સર્વેમાં ર૪ ટકા લોકોએ કોરોનાને ભારતના સૌથી મોટી સમસ્યા ગણાવી. શહેરી ક્ષેત્રમાં ર૩ ટકા લોકો કોરોના મહામારીને ભારતની સૌથી મોટી સમસ્યા માને છે.

બેરોજગારીને હાલના સમયમાં ર૩ ટકા લોકો ભારતની સૌથી મોટી સમસ્યા માને છે જો શહેરી અને ગ્રામીણ વિભાજનની વાત કરીએ તો શહેરોમાં રર ટકા અને ગામડઓમાં ર૩ ટકા લોકો બેરોજગારીને આ સમયે ભારતનાં ર૪ ટકા લોકો કોરોના મહામરીને દેશની સૌથી મોટી સમસ્યા માને છે.આર્થિ મંદીને માત્ર ૯ ટકા દેશની ત્રીજી સૌથી મોટી સમસ્યા માને છે. ૭ ટકા લોકોની નજરમાં ખેડૂતોનું સંકટ હાલના સમયની ભારતની ચોથી સૌથી મોટી સમસ્યા છે. ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદકીય વિરૂધ્ધ દેશના ખેડૂત અંદાજે બે મહીનાથી દિલ્હીની સરહદો પર ધરણા ધરી રહ્યા છે સરકારની સાથે તેનો ગતિરોધ રહેલો છે.

૭ ટકા લોકોની ભ્રષ્ટાચાર પણ મોટી સમસ્યા છે. ગુડ ઓફ ધ નેશન પોલ માર્કેટ રિસર્ચ એજન્સી કાર્વી ઇનસાઇટસે કર્યુ સર્વમાં કુલ ૧ર,ર૩ર લોકોને સામેલ કરવામાં આવ્યા. તેમાં ગ્રામીણ ક્ષેત્રોના ૬૭ ટકા અને શહેરી ક્ષેત્રોના ૩૩ ટકા લોકો હતાં.

(11:37 am IST)