Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

૧ વર્ષમાં ૧૧ રૂપિયા મોંઘું થયું પેટ્રોલ : ડીઝલમાં ૮ રૂ. વધ્યા

દિલ્હીમાં આજે પેટ્રોલ ૮૫.૭૦ રૂપિયા પ્રતિ લીટર : મુંબઇમાં ભાવ ૯૨.૨૮ રૂપિયા : કલકત્તામાં ૮૭.૧૧ રૂપિયા અને ચેન્નઇમાં ૮૮.૨૯ રૂપિયા પ્રતિ લીટર

નવી દિલ્હી તા. ૨૩ : પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. કારણ કે દિલ્હીમાં પેટ્રોલના ભાવ નવા રેકોર્ડબ્રેક મોંઘવારી પર પહોંચી ગયા છે. ડીઝલ પણ ૭૬ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ચુકયું છે. મુંબઇમાં પણ ડીઝલના ભાવ નવા રેકોર્ડ બ્રેક ઉંચાઇ પર છે. આજે સતત બીજા દિવસે ડીઝલના ભાવ વધી ગયા છે.

૬ જાન્યુઆરી ૨૦૨૧ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વેકસીનને લઇને આખી દુનિયામાં  હલચલ છે. વેકસીનેશનની શરૂઆત થઇ ચૂકી છે. જેથી ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી છે, તેની અસર ઘરેલૂ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી શકે છે. આગામી દિવસોમાં પણ રાહત મળવાની આશા ઓછી છે. આજે પેટ્રોલના ભાવ દિલ્હીમાં ૨૫ પૈસા વધી ગયા છે. જયારે ડીઝલ ૨૬ પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે.

આ મહિને એટલે કે જાન્યુઆરીમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધી ૧.૯૯ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂકયું છે. ૧ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૩.૭૧ રૂપિયા પ્રતિ લીટર હતો, હવે આ ૮૫.૭૦ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. આ પ્રકારે દિલ્હીમાં ડીઝલ જાન્યુઆરીમાં અત્યાર સુધી ૨.૦૧ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચુકયું છે. ૧ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ડીઝલનો ભાવ ૭૩.૮૭ રૂપિયા પ્રતિ લીટર હતો, જયારે આજે ૭૫.૮૮ લીટર છે. 

આજથી ઠીક એક વર્ષ પહેલાં ૨૩ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ પેટ્રોલના ભાવ ૭૪.૬૫ રૂપિયા પ્રતિ લીટર હતો, જો આજની તુલના કરીએ તો એક વર્ષમાં પેટ્રોલ ૧૧.૦૧ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂકયું છે. આ પ્રકારે આજથી વર્ષ પહેલાં ૨૩ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ડીઝલના ભાવ ૬૭.૮૬ રૂપિયા હતા. આજે આ ૮.૦૨ રૂપિયા મોંઘું વેચાઇ રહ્યું છે.

દિલ્હીમાં આજે પેટ્રોલ ૮૫.૭૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. જયારે મુંબઇમાં ભાવ ૯૨.૨૮ રૂપિયા. કલકત્ત્।ામં ૮૭.૧૧ રૂપિયા અને ચેન્નઇમાં ૮૮.૨૯ રૂપિયા પ્રતિ લીટર છે. આ પ્રકારે ડીઝલના ભાવ દિલ્હીમાં ૭૫.૮૮ રૂપિયા, મુંબઇમાં ૮૨.૬૬ રૂપિયા, કલકત્ત્।ામાં ૭૯.૪૮ રૂપિયા અને ચેન્નઇમાં ૮૧.૧૪ પ્રતિ લીટર થઇ ગયો છે.

(10:18 am IST)