Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ શસ્ત્રો પર વૈશ્વિક પ્રતિબંધ લાગુ :આજથી શસ્ત્રો નિષેધ સંધિનો અમલ

સંધિનો હેતુ પરમાણુ શસ્ત્રોના વિકાસ, ઉત્પાદન, પરીક્ષણ, વ્યવસાય અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનો

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ શસ્ત્રો નિષેધ સંધિ (TPNW) આજે  22 જાન્યુઆરીએ અમલમાં આવી. સંધિનો હેતુ પરમાણુ શસ્ત્રોના વિકાસ, ઉત્પાદન, પરીક્ષણ, વ્યવસાય અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો છે. 2017 માં, વિશ્વના બે તૃતીયાંશ દેશોએ તેની તરફેણમાં મત આપ્યો, પરંતુ પરમાણુ શક્તિ તરીકે જાણીતા બધા દેશો અને તેમનો સંરક્ષણ મેળવતા ઘણા દેશો સંધિનો ભાગ બન્યા નથી.

 સંધિ દેશોને બીજા દેશોમાં પોતાના શસ્ત્ર રાખવા ઉપર પણ પ્રતિબંધ લગાવે છે. બેલ્જિયમ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ અને તુર્કી જેવા રાષ્ટ્રોમાં અમેરિકાના પરમાણુ વોરહેડ ઉપલબ્ધ છે. સંધિ લાગુ થવાનો સ્વાગત કરતાં, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેશે કહ્યું, “પરમાણુ શસ્ત્રોથી ખતરો વધી રહ્યો છે અને તેમના સંભવિત ઉપયોગથી જે અનર્થકારી માનવીય અને પર્યાવરણ-સંબંધી પરિણામ હશે તેમને રોકવા માટે આ શસ્ત્રોને નષ્ટ કરી દેવા જોઈએ.”

કંઈક એવા જ વિચાર 2017ના નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર પરમાણુ શસ્ત્રોને નષ્ટ કરવાના આંતરાષ્ટ્રીય અભિયાન (આઈસીએએન)એ પણ વ્યક્ત કર્યા છે. આઈસીએએનને નોબેલ સંધિ માટે સમર્થન મેળવવા અને પરમાણુ યુદ્ધની ક્રૂરતા તરફ દુનિયાનું ધ્યાન અપાવવા માટે આપવામાં આવ્યું હતું. પરંતુ આ સંધિથી નિશસ્ત્રીકરણ ત્યા સુધી થશે નહીં, જ્યાર સુધી પરમાણુ શસ્ત્ર રાખનાર દેશ અને નાટો આનો વિરોધ કરતા રહેશે.

(12:00 am IST)