Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પેટ્રોલ-ડીઝલના રોજેરોજ ચૂપચાપ વધતા ભાવ જાણે સ્લો પોઇઝન

ગઇકાલે પેટ્રોલના ભાવ ૮૦ રૂપિયાને પાર કરી ગયોઃ રોજેરોજ થતા ફેરફારને લીધે સતત થતો ભાવવધારો નજરઅંદાજ થઇ જાય છે : પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીમાં સમાવવું જોઇએ : નફા અને નુકસાનને એક તરફ મુકીને સામન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લેવો જોઇએ

મુંબઇ, તા. ર૩ :  ગઇ કાલે મુંબઇમાં પટ્રોલની કિંમત વધીને ૮૦.૦૮ રૂપિયા પ્રતિ લીટર થઇ હતી, જયારે ડીઝલની કિંમત વધીને ૧૭.૧૦ રૂપિયા પ્રતિ લીટર થઇ હતી.

પેટ્રોલના ભાવ ૮૦ રૂપિયાને ક્રોસ કરી ગયા છે એટલે બધાનાં ભાવ ઉંચકાશે, પણ છેલ્લા થોડા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચૂપચાપ રોજેરોજ વધારો થઇ રહ્યો છે એના વિશે પબ્લિીક અજાણ છે અને જેમની એના પર નજર છે. તેઓ પરેશાન છે.

ઓગસ્ટ-ર૦૧૭ થી દર દિવસે પેટ્રોલના ભાવમાં થઇ રહેલા ઉછાળાને કારણે પેટ્રોલના ડીલરો, ટ્રક માલિકો અને ડ્રાઇવરો હેરાન થઇ ગયા છે. અગાઉ દર પંદર દિવસે પેટ્રોલ કે ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો થવાની પોલીસી હતી, પરંતુ ઓગસ્ટ-ર૦૧૭ થી પેટ્રોલીયમ ખાતા દ્વારા આ પોલીસીમાં ફેરફાર કરવામાં આવતાં દર દિવસે ભાવ વધારો અમલમાં મુકવામાં આવ્યો છે. અમુક પૈસાના વધારાને પગલે કસ્ટમર ભાવમાં થયેલા ફરકને જાણી શકતો નથી. મળેલા આંકડા મુજબ ર૦૧૭ ની પહેલી ડીસેમ્બરે પેટ્રોલનો  ભાવ ૭૬.પર રૂપિયા અને ડીઝલનો ભાવ ૬૧.૦૭ રૂપિયા હતો અને એમાં રોજીંદો વધારો થતાં ર૦૧૮ ની રર જાન્યુઆરી સુધીમાં પેટ્રોલનો ભાવ ૮૦.૦૮ રૂપિયા તથા ડીઝલનો ભાવ ૬૭.૧૦ રૂપિયા થયો છે. અગાઉ ભાવ વધતો તો ઘટાડો પણ થતો, પરંતુ પારદર્શકતા લાવવા માટે શરૂ કરાયેલી નવી પોલીસીના પગલે ગ્રાહકોને લાભ થયો નથી.

ટુંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સેન્ચુરીને અડે તો એમાં નવાઇ નહીં.

છેલ્લાં ચારેક વર્ષથી દર પંદર દિવસે પેટ્રોલ  કે ડીઝલના ભાવમાં ઘટાડો કે વધારો થવાની પોલીસી હતી એમ જણાવીને પેટ્રોલ ડીલર્સ એસોસીએશનના પ્રેસીડન્ટ રવિ શિંદેએ કહયું હતું કે પહેલાં અમને અંદાજ મળી જતો હતો કે આ પખવાડીયે ભાવ વધશે કે ઘટશે, પણ હવે માત્ર ભાવ વધી જ રહ્યો હોવાથી અમે પણ મુંઝવણમાં મુકાઇ ગયા છીએ.

પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની સીસ્ટમમાં પારદર્શકતા લાવવા માટે ગયા ઓગસ્ટ મહિનાથી દરરોજ ભાવમાં ફેરફાર કરવાની પ્રણાલી લાવવામાં આવી છે, પરંતુ આ પ્રક્રિયામાં પારદર્શકતા જ રહી નથી. પહેલાં બે કે ત્રણ રૂપિયા વધતા બે બૂમાબૂમ થઇ જતી હતી અને રાજકીય પક્ષો તથા જનતા ભાવ વધારા બાબતે દેખાવો કરતાં હતાં. જો કે હવે સ્લો પોઇઝન  આપવા સમાન થઇ રહેલા ભાવ વધારામાં દસ પૈસા કે વીસ પૈસા વધી રહ્યા છેએની નોંધ કોઇ લેતું નથી.  એક-દોઢ મહિનામાં સાતથી આઠ રૂપિયાનો વધારો થઇ જાય છે અને ગ્રાહક આ બાબતે અજાણ છે.

રોજિંદા વધી રહેલા પેટ્રોલ અને ડીઝના ભાવને પગલે રોડ ટ્રાન્સપોર્ટ સેકટરની સ્થિતી બદતર થઇ રહી છે એમ જણાવીને ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના ચેરમેન બલ મલકિત સિંહે કહયું હતું કે પશ્ચિમી દેશોમાં ભારતના મુકાબલે ડીઝલ અને પેટ્રોલની કિંમત ઘણી ઓછી છે, જયારે કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમત એમના માટે પણ એ જ છે જે ભારત માટે છે. આપણી સરકારે  ટેકસનો ભાર સામાન્ય જનતાના ખભે ઢોળી દીધો છે. અત્યારે કાચા ચેલની કિંમત ઘટી રહી છે ત્યારે કેન્દ્ર અને રાજય સરકારે પણ ટેકસમાં ઘટાડો કરવો જોઇએ. પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીમાં સમાવવું જોઇએ. નફા અને નુકસાનને એક તરફ મુકીને સામન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લેવો જોઇએ. ટ્રાસ્પોર્ટ સેકટર પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત પ્રત્યે સંવેદનશીલ છે અને વધુ સમય સુધી સરકારની મનમાની નહી ચાલવા દે.

ર૦૧૮ની ચડતી

તારીખ

પેટ્રોલ

ડીઝલ

૧ જાન્યુ.

૭૭.૮૦

૬૩.૩પ

ર જાન્યુ.

૭૭.૮૭

૬૩.૪૩

૩ જાન્યુ.

૭૭.૮૭

૬૩.પ૧

૪ જાન્યુ.

૭૭.૮૭

૬૩.પ૯

પ જાન્યુ.

૭૭.૮૯

૬૩.૬૭

૬ જાન્યુ.

૭૮.૦ર

૬૩.૮૭

૭ જાન્યુ.

૭૮.૧૭

૬૪.૦૮

૮ જાન્યુ.

૭૮.૩ર

૬૪.ર૮

૯ જાન્યુ.

૭૮.૪ર

૬૪.૪૮

૧૦ જાન્યુ.

૭૮.પ૧

૬૪.૬૭

૧૧ જાન્યુ.

૭૮.પપ

૬૪.૮૮

૧ ર જાન્યુ.

૭૮.૬ર

૬પ.૧૦

૧૩ જાન્યુ.

૭૮.૮૧

૬પ.૩ર

૧૪ જાન્યુ.

૭૮.૯૪

૬પ.પ૩

૧પ જાન્યુ.

૭૯.૦૬

૬પ.૭૪

૧૬ જાન્યુ.

૭૬.૧પ

૬પ.૯૦

૧૭ જાન્યુ.

૭૯.ર૭

૬૬.૦૯

૧૮ જાન્યુ.

૭૯.૪૪

૬૬.૩૦

૧૯ જાન્યુ.

૭૯.પ૮

૬૬.પ૦

ર૦ જાન્યુ.

૭૯.૭૭

૬૬.૭૦

ર૧ જાન્યુ.

૭૯.૯પ

૬૬.૯૧

રર જાન્યુ.

૮૦.૦૮

૬૭.૬૦

(3:52 pm IST)