Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

કરણી સેના પર ગુસ્સો કાઢતાં રેણુકાશહાણેએ ફેસબુક પર પોસ્ટ કરીને કહયું

પદ્માવતને નહીં, રેપ, કન્યાઓની ભ્રુણ હત્યા અને સેકસ્યુઅલ મોલેસ્ટેશનને બેન કરવા જાઇએ

પદ્માવતને બેન કરવા માટે કરણી સેના માગણી કરી રહી છે ત્યારે રેણુકા શહાણેએ ફેસબુક પર પોસ્ટ કરીને કહ્નાં હતું કે ફિલ્મને બેન કરવાની માગણી કરવા કરતાં રેપ, કન્યાઓની ભ્રુણહત્યા અને સેકસ્યુઅલ મોલેસ્ટેશન પર બેન લાવવો જાઇએ. સુપ્રીમ કોર્ટે, ‘પદ્માવતપરથી બેન હટાવીને એને ભારતભરમાં રિલીઝ કરવા માટે પરવાનગી આપી છે. એમ છતાં કરણી  સેના સુપ્રીમ કોર્ટનો વિરોધ કરી રહી છે. આ કારણોસર સલમાન ખાનની હમ આપકે હૈ કૌન?’ માં તેની ભાભીનું પાત્ર ભજવનાર રેણુકા શહાણેએ ફેસબુક પર ગુસ્સો વ્યકત કર્યો હતો. રેણુકાએ ત્રણ ફોટો શેર કરતાં કહ્નાં હતું કે પદ્માવતને નહીં, રેપ, કન્યાઓની ભ્રુણહત્યા અને સેકસ્યુઅલ મોલેસ્ટેશનને બેન કરવા જાઇએ. (પ-૭)

(1:49 pm IST)