Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

...અને સુષ્મા સ્વરાજના આશિર્વાદથી પાક યુવતી બની ગઇ ભારતીય યુવકની દુલ્હન

૨ વર્ષથી અટકી પડયા હતા લગ્ન

લખનૌ તા. ૨૩ : ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ કયારેય લોકોની મદદ કરવાથી પીછેહઠ નથી કરતા. પછી ભલે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો હોય, પરંતુ સુષમા કયારેય લોકોની મદદ કરવામાં આ મામલાને વચ્ચે આવવા દીધો નથી. તેમણે હંમેશા આ વસ્તુને નજર અંદાજ કરીને લોકોની મદદ કરી છે. એકવાર ફરી વિદેશ મંત્રીએ કટ્ટરતાને નજર અંદાજ કરીને પાકિસ્તાની યુવતીની મદદ કરી છે. તેમણે લખનઉના યુવક અને પાકિસ્તાનની યુવતીના લગ્નમાં મહત્વની ભૂમિકા ભજવી.

હકીકતમાં લખનઉના નિવાસી ૨૮ વર્ષિય નકી અલી ખાન અને કરાચીની ૨૪ વર્ષિય સબાહત ફાતિમાના બે વર્ષ પહેલા નિકાહ થવાના હતા, પરંતુ સીમા પર ચાલી રહેલા તણાવને કારણે ફાતિમાને વીઝા નહોતા મળી રહ્યા. જે બાદ તેણે પાછલા વર્ષે જુલાઈમાં ટ્વિટરના માધ્યમથી સુષમા સ્વરાજ પાસે મદદ માંગી હતી. ફાતિમાની મુશ્કેલીઓને જોતા વિદેશમંત્રી મદદ માટે આગળ આવ્યા અને વીઝાની સમસ્યાનું સમાધાન કરી આપ્યું. પાછલા શુક્રવારે નકી અને ફાતિમાના નિકાહ સંપન્ન થયા અને શનિવાર રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું.

નકી અલી ખાનના ભાઈ મુજફફરે જણાવ્યું, અમારો પરિવાર એકબીજાને જાણે છે અને સંબંધી પણ છે. પરંતુ પાર્ટિશન સમયે અમારો પરિવાર અલગ થઈ ગયો. દુલ્હાના દાદી અને દૂલ્હનના નાની બહેનો હતી અને વિભાજન પહેલા બંને લખનઉમાં સાથે રહેતી હતી.

જણાવી દઈએ કે નિકાહ બાદ હવે નકી અને ફાતિમા ખૂબ ખુશ છે. અને તે બંને સુષમા સ્વરાજનો દિલથી આભાર માન્યો છે. આ કપલનું કહેવું છે કે, સુષમા સ્વરાજજીએ અમને એક ખાસ ગિફટ આપી છે, અમે તેમના ખૂબ આભારી છે. અમને ઉમ્મીદ છે કે ભારત સરકાર જલ્દી જ ફાતિમાને ભારતની નાગરિકતા પણ આપી દેશે.(૨૧.૯)

 

(11:31 am IST)