Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

શેરબજારમાં મંગલ - મંગલઃ સેન્સેકસ ૩૬૦૦૦ - નીફટી ૧૧૦૦૦ ઉપર

સેંસેક્સ ૩૪૨ પોઇન્ટ ઉછળીને ૩૬૧૪૦ની ઉંચી સપાટી ઉપર : નિફ્ટી ૧૧૮ પોઇન્ટ ઉછળીને પ્રથમ વખત ૧૧૦૦૦થી પણ પરની સપાટીએ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના અહેવાલ અને અન્ય પરિબળોની સીધી અસર

મુંબઇ,તા. ૨૩ : શેરબજારમાં નવો ઇતિહાસ રચાઇ ગયો હતો. જોરદાર તેજી વચ્ચે એનએસઇ નિફ્ટીએ આજે ૧૧૦૦૦ની સપાટ કુદાવી લીધી હતી. જ્યારે સેંસેક્સે પ્રથમ વખત ૩૬૦૦૦ન સપાટ કુદાવી લીધ હતી. આજે શેરબજારમાં તેજીના માહોલમાં સેંસેક્સ ૩૪૨ પોઇન્ટ ઉછળીને ૩૬૧૪૦ની ઉંચ સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૧૮ પોઇન્ટ ઉછળીને ૧૧૦૮૪ની ઉંચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં તેજી માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા હતા. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા દર્શાવવામાં આવ્યુ છે કે ભારત વર્ષ ૨૦૧૮-૧૯માં વિશ્વના સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે રહેશે. તેના અહેવાલ બાદ શેરબજારમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. શેરબજારમાં કારોબાર દરમિયાન મોટા ભાગના શેરમાં તેજી રહી હતી. વર્ષ ૨૦૧૮-૧૯ માટેનુ બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ૨૯મી જાન્યુઆરીના દિવસે બન્ને ગૃહના સંયુક્ત સત્રને સંબોધન કરનાર છે. આર્થિક સર્વે પણ એજ દિવસે જારી કરવામાં આવનાર છે. ન્યુજેન સોફ્ટવેર અને અમ્બેર એન્ટરપ્રાઇઝ આગામી સપ્તાહમાં શેરબજારમાં લિસ્ટેટ થનાર છે. બન્ને કંપનીઓએ તેમના આઇપીઓ ગયા સપ્તાહમાં જ પૂર્ણ કરી લીધા હતા. ન્યુજેનો ઇસ્યુ ૮.૨૫ ગણો છલકાયો હતો. અમ્બેરનો ઇસ્યુ ૧૬૫.૪૨ ગણો છલકાયો હતો. એકમોટા ઘટનાક્રમમાં ઓઇલ એન્ડ ગેસે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં સરકારની ૫૧.૧૧ ટકા હિસ્સેદારીને મેળવી લેવાની તૈયારી દર્શાવી છે..૨૦૧૮ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનો ગાળો ૨૫મી જાન્યુઆરીએ પૂર્ણ થશે. શુક્રવારના દિવસે બીએસઇ સેંસેક્સ ૨૫૧ પોઇન્ટ ઉછળીને ૩૫૫૧૧ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટીમાં ૧૦૮૯૪ની સપાટી જોવા મળી હતી. ગઇકાલે પણ તેજીનો માહોલ રહ્યો હતો. સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૮૬ પોઇન્ટ ઉછળીને ૩૫૭૯૮ની ઉંચી સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૭૨ પોઇન્ટ ઉછળીને ૧૦૯૬૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ સપાટએ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જોરદાર તેજી રહી હતી. તેમાં રેકોર્ડ ત્રિમાસિક નફાની સ્થિતી રહી હતી. આજે સતત ત્રીજા કારોબાર સેસનમાં જોરદાર તેજી જામી હતી. ત્રિમાસિક ગાળાના પરિણામને લઇને બજારમાં આશા દેખાઇ રહી છે.  ડોક્ટર રેડ્ડી અને મારૂતિ ગુરૂવારના દિવસે એટલે કે ૨૫મી જાન્યુઆરીના દિવસે તેના પરિણામ જાહેર કરનાર છે. સંસદનુ બજેટ સત્ર ૨૯મી જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યુ છે. સાપ્તાહિક આધાર પર ૧૫મી જાન્યુઆરીથી લઇને ૧૯મી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં ૩૦ શેર સેંસેક્સમાં ૬૬૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. અથવા તો તેમાં આશરે બે ટકાનો સુધારો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૧૫૩ પોઇન્ટ અથવા તો ૧.૪૨ ટકા ઉછળીને બંધ રહ્યો હતો. શેરબજારમાં સક્રિય રહેલા કારોબારીઓ હાલમાં બજેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બજેટ વર્તમાન મોદી સરકારના અંતિમ બજેટ તરીકે છે. જેથી તેને લઇને ઘણી આશા રાખવામાં આવી રહી છે. મોદી સરકારના અંતિમ બજેટ બાદ સામાન્ય ચૂંટણી આવનાર છે. જેથી સરકારની સામે પણ કેટલાક પડકારો રહેલા છે. તમામ વર્ગના લોકોને ખુશ કરવા માટે તેની સામે પડકારો છે. શેરબજારમાં છેલ્લા ત્રણ કારોબારી સેસનમાં જ રેકોર્ડ ઉછાળો રહ્યો છે. સોમવાર અને મંગળવારના આંકડાને જોવામાં આવે તો પણ જોરદાર આશા દેખાઇ રહી છે. આજે મંગળવારના દિવસે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ તેજી રહી હતી.

(7:47 pm IST)