Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ISI માર્કાનું હેલમેટ ન પહેર્યું તો વીમાનો કલેઇમ નકારી શકાય

કર્ણાટક હાઇકોર્ટના ચુકાદાથી હવે વીમા કંપનીઓને વીમો નકારવા વધુ એક છીંડું મળ્યું

હૈદરાબાદ તા. ૨૩ : જો વાહનચાલક આઇએસઆઇ માર્કાનું હેલમેટ નહિ પહેરે તો વીમા કંપનીઓ તેના દાવાઓ નકારી શકે છે તેમ કર્ણાટક હાઇકોર્ટે એક કેસના ચુકાદામાં જણાવ્યું છે. હાલમાં શહેરમાં આઇએસઆઇ માર્કા વગરના હેલમેટ છૂટથી વેચાઇ રહ્યા છે અને શહેરમાં તેના પર કોઇ અંકુશ નથી ત્યારે હાઇકોર્ટના આ આદેશથી તેમના પર અંકુશ આવી શકે છે.

સામાન્યપણે વીમા કંપનીઓ કયાં આધારે દાવા નકારે છે તે અંગે વીમાધારકોને જાણ હોતી જ નથી અને હવે આ ચુકાદાનો ઉપયોગ દાવા નકારવા માટે એક છીંડા તરીકે લઇ શકાય છે. એક અઠવાડિયા અગાઉ હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે ટૂ-વ્હીલર પર અકસ્માતમાં આઇએસઆઇ સર્ટિફાઇડ હેલમેટ્સ પહેરેલા પીડિતોને જ વીમો ચુકવવો જોઇએ. .

આ અંગે ઓલ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ એમ્પ્લોઇ એસોસિએશનના મહામંત્રી વી રમેશે જણાવ્યું હતું કે 'ખાનગી વીમા કંપનીઓ આ ચુકાદાનો ઉપયોગ વીમાનો દાવો નકારવા માટે એક છીંડા તરીકે ઉપયોગમાં હવે લેશે.'(૨૧.૬)

(9:37 am IST)