Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ટુ વ્હીલર્સમાં CBS સિસ્ટમ અનિવાર્ય થશે એટલે

એપ્રિલથી બાઇક - સ્કુટરના ભાવ વધવાના એંધાણ

નવી દિલ્હી તા. ૨૩ : હીરો મોટોકોર્પ, હોન્ડા, યામાહા, બજાજ, સુઝુકી, રોયલ એનફીલ્ડ સહિતની ટૂ વ્હીલર નિર્માતા કંપનીઓ એપ્રિલ ૨૦૧૮થી વધારો કરી શકે છે. કિંમતો વધવા પાછળ સરકાર દ્વારા ટૂ વ્હીલર્સમાં CBS એટલે કે, કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ અનિવાર્ય કરવાનું કારણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. આ નિયમ ૧૨૫ સીસીથી ઓછા એન્જિનવાળી બાઈકસ પર લાગૂ થશે. આની સાથે જ ૧૨૫ સીસીથી વધુ એન્જિનવાળી બાઈકસમાં ABS અનિવાર્ય કરી દેવામાં આવશે.

આ નિયમ ૩૧ માર્ચ ૨૦૧૮ બાદ લોન્ચ થનારા ટૂ વ્હીલર્સ પર લાગૂ થશે. આ જ કારણે મોટાભાગની બાઈકસ અને સ્કૂટર્સમાં અત્યારથી જ એબીએસ આપવામાં આવી રહી છે. આ ફીચર્સ અનિવાર્ય થવાથી વાહનોની કિંમતોમાં વધારો થવો સહજ છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો, રોયલ એનફિલ્ડ પહેલેથી જ યૂરોપિયન માર્કેટમાંથી ABSથી સજ્જ બાઈકસ એકસપોર્ટ કરે છે. Himalayan BS4ને પણ યૂરોપમાં ABSની સાથે જ નિકાસ કરવામાં આવે છે. આવામાં એબીએસ સીબીએસ અને એબીએસને ભારતીય બાઈકસમાં પણ સરળતાથી ઓફર કરી શકાય છે. બાઈકમાં એબીએસ જોડવાથી કિંમતો ૧૦થી ૨૦ હજાર સુધી વધી જાય છે. તેની સરખામણીમાં સીબીએસ ઘણી સસ્તી છે. તેને લગાવવા માટે ૧થી ૨ હજારનો વધારો થાય છે.

હોન્ડાના એકિટવા રેન્જના સ્કૂટર્સમાં સીબીએસ પહેલેથી આપવામાં આવેલી છે. સિંગલ બ્રેક લીવર પ્રેસ કરવા પર સીબીએસ ફ્રન્ટ અને રિયર બ્રેકસ બંનેને એકિટવેટ કરી દે છે. આનાથી બ્રેક વધુ મજબૂત થઈ જાય છે અને વાહન સ્લીપ થાય તેવી શકયતા ઓછી થઈ જાય છે. તેમાં બ્રેકસ લોક થઈ જાય છે. વરસાદના સમયમાં આ સિસ્ટમ ખૂબ જ કારગત સાબિત થાય છે. ચિકણા રોડ પર એબીએસ વ્હીકલને વધુ સ્પીડમાં બ્રેક લગાવવા છતા પણ સ્લીપ થતા બચી શકાય છે.(૨૧.૪)

(11:45 am IST)