Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ઇનક્લૂસિવ ડેવલપેમન્ટ ઇન્ડેકસમાં ભારતનો 62મોં ક્રમ ;પાકિસ્તાન કરતા પાછળ

ઉભરતા અર્થતંત્રના લિસ્ટ જાહેર :ગતવર્ષ કરતા ભારત બે ડગલાં પાછળ ખસ્યું ;પાકિસ્તાન 52માં ક્રમેથી 47માં સ્થાને પહોંચ્યું

દાઓસમાં વલ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકના પહેલા ઇનક્લૂઝિવ ડેવલપમેન્ટ ઇન્ડેક્સના આંકડા જાહેર કરાયા છે ઉભરતા અર્થતંત્રમાં ભારત ૬રમાં ક્રમે રહ્યું છે સમાવેશી વિકાસ સૂચકાંકમાં ચીને ર૬મું સ્થાન મેળવ્યુ છે.જયારે પાકિસ્તાન પણ ૪૭મા સ્થાને છે. નોર્વેને દુનિયાનું સૌથી એડવાન્સ અર્થતંત્ર ગણાવાયું છે. જ્યારે કે લિથુઆનિયા ઉભરતા અર્થતંત્રમાં ટોચ પર છે.

  ગયા વર્ષ કરતા ભારતનુ સ્થાન બે પગલા પાછળ ખસ્યુ છે ગત વરસે ૭૯ વિકાસશીલ અર્થતંત્રમાં ભારતનુ સ્થાન ૬૦મુ હતુ તે વખતે ચીન ૧પમા અને પાકિસ્તાન બાવનમાં સ્થાને હતુ. વલ્ડ ઇકોનોમિક ફોરમનુ કહેવુ છે કે સૂચકાંકમાં રહેણીકરણીના સ્તર પર્યાવરણની દ્રષ્ટીએ ટકાઉ વિકાસ તેમજ દેવાના બોજથી રક્ષણ જેવા પાસાઓને ધ્યાને લેવાય છે.

  દરમિયાન વલ્ડ ઇકોનોમિક ફોરમે વિશ્વના દેશોને સમાવેશી વિકાસના નવા મોડલ તરફ આગળ ધપવા આહવાન કર્યુ છે.ફોરમનુ માનવુ છે કે આર્થિક મોરચે સફળતા મેળવવા જીડીપી પર આધાર વધારવાથી અસમાનતા વધે છે. ભારતમાં જે રીતે જીડીપીના દરને વિકાસની પારાશીશી તરીકે રજૂ કરવામાં આવે છે ત્યારે વલ્ડ ઇકોનોમિક ફોરમનું નિવેદન મહત્વનુ છે.

  અહેવાલ મુજબ મોટા ભાગના દેશ આર્થિક વૃદ્ધિ મજબૂત કરવામાં અને અસમાનતા ઘટાડવાની મહત્વનો તકો ચૂકી ગયા છે. નીતિ નિર્ધારકો વરસોથી જે વૃદ્ધી મોડલ અને આકલન માટે જીડીપીના દરોને દર્શાવે છે તેની પદ્ધતિમાં ફેરફારની જરૂરત છે. રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચકાંકને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. જેમાં પહેલા હિસ્સામાં ર૯ એડવાન્સ અર્થતંત્ર અને બીજા ભાગમાં ૭૪ ઉભરતા અર્થતંત્રનો સમાવેશ કરાયો હતો.

(1:16 am IST)