Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

સ્વિસ સરકાર - ભારત વચ્ચે કરારઃ કાળા નાણા પર મળશે જાણકારી

કરાર પર હસ્તાક્ષર બાદ ટેક્ષ સંબંધી માહિતીઓનું આદાનપ્રદાન કરાશે

નવી દિલ્હી તા. ૨૨ : સીબીડીટીએ કહ્યું છે કે, કાળાનાણા વિરૂધ્ધ ભારતે સ્વિટ્ઝરલેન્ડની સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર બાદ ઓટોમેટીક ટેક્ષ સંબંધી સુચનાઓનું આદાન - પ્રદાન કરી શકાશે.

સેન્ટ્રલ બોર્ડ અને ડાયરેકટ હેકસેસે કહ્યું, સ્વિટ્ઝરલેન્ડમાં સંસદીય પ્રક્રિયા પૂરી થવા અને મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટને સાઇન કરવાની સાથે જ ભારત અને સ્વિટ્ઝરલેન્ડ સુચનાઓને ઓટોમેટીક આદાન - પ્રદાન કરવામાં આવશે તેની પ્રક્રિયા ૧લી જાન્યુઆરી ૨૦૧૮થી શરૂ થશે.

આયકર વિભાગની નીતિ - નિર્ધારક સમિતિએ કહ્યું કે, એગ્રીમેન્ટ સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રા અને ભારત માટે સ્વિસ એમ્બેસેડર એન્ડ્રીયાઝ બોમે હસ્તાક્ષર કર્યા છે.

આ કરારના કાર્યાન્વયન માટે છેલ્લા મહિને હસ્તાક્ષર કર્યા હતા. તેને ઓટોમેટીક એક્ષચેન્જ ઇન્ફોર્મેશન એટલે કે AEOI નામ આપવામાં આવ્યું છે. વૈશ્વિક માનકોના આધાર પર બંને દેશો વચ્ચે ૨૦૧૮માં આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.

જે સમયે સ્વિટ્ઝરલેન્ડે વૈશ્વિક માનકોના આધાર પર આ પ્રોગ્રામ માટે ભારતનો સાથ આપવા માટે કહ્યું, તે જ સમયે ભારત દ્વારા એ પણ વિશ્વાસ અપાવ્યો કે તે સમગ્ર ડેટાને ગુપ્ત રાખશે. સરકારે પહેલેથી જ કહ્યું હતું કે, તે ભારત માટે હવે શકય હશે કે સપ્ટેમ્બર ૨૦૧૯ બાદથી ફાઇનાન્શિયલ જાણકારી તે ખાતાની જેમાં ભારતીયોના નામ પર છે, તેને મળવા લાગશે.

(3:41 pm IST)